કર્ણાટકમાં મંદિરના પરીસરમાં કરવામાં આવી ત્રણ વ્યક્તિની હત્યા
11, સપ્ટેમ્બર 2020

હૈદરાબાદ-

કર્ણાટકના માંડ્યાની હદમાં ગુટાલુ સ્થિત ગુટાલુ સંકુલમાં આવેલા અરકેશ્વર સ્વામી મંદિરમાં રાતના સમયે બે સુરક્ષાકર્મીઓ અને પુજારીના પુત્રની હત્યા કરી દેવામાં આવી હતી.હત્યા લગભગ 1: 00 વાગ્યે થઈ હતી. આ ઘટના એવા સમયે કરવામાં આવી હતી જ્યારે ત્રણેય લોકો ઉંઘમાં હતા. એવું લાગે છે કે મંદિરમાં આવેલ દાનના પૈસા માટે આ કૃત્ય કરવામાં આવ્યુ છે કારણ કે મંદીરની તિજોરી પણ તૂટેલી મળી આવી . આઈજી (સધર્ન રેન્જ) વિપુલ કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં બે સિક્યુરિટી ગાર્ડ હતા જ્યારે બીજા પૂજારીનો પુત્ર.

આ મંદિર શહેરથી થોડે દૂર છે, એવું લાગે છે કે આ જ કારણ છે કે લૂંટારૂઓએ આ સ્થાન પસંદ કર્યું હતું.આ પૂજારી ગિરીશે કહ્યું, 'આ પહેલા મંદિરમાં આવી કોઈ ઘટના નહોતી. આ ઘટના કેટલા લોકોએ કરી છે તે મને ખબર નથી. જ્યારે અમે સવારે છ વાગ્યે મંદિરમાં આવ્યા ત્યારે અમને આ ઘટનાની જાણ થઈ.

તેમણે કહ્યું, 'અમને નથી ખબર કે મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવેલા આશરે 40 લાખ રૂપિયાના દાગીનાની કિંમત શું છે પરંતુ હત્યારાઓએ દાનપેટીમાં રાખેલા તમામ પૈસા ચોરી લીધા છે.' આ હત્યામાં સામેલ હથિયારો હજુ સુધી પ્રાપ્ત થયા નથી જ્યાં સુધી તપાસ આગળ વધે છે, તે હત્યામાં કેવા પ્રકારનું હથિયાર વપરાયેલ છે તે જાણવામાં આવશે. પ્રથમ નજરમાં એવું લાગે છે કે તેમની હત્યા કોઈ તીક્ષ્ણ હથિયારથી કરવામાં આવી છે.




© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution