મૃતદેહ પરથી દાગીના-રોકડ સહિતની ચોરી કરતા ત્રણ ઝડપાયા
27, એપ્રીલ 2021

રાજકોટ-

રાજકોટમાં પૈસા લઈ દર્દીને સિવિલ હોસ્પિટલમાં ભર્તી કરાવતા હોવાનો વિડીયો તાજેતરમાં જ વાયરલ થયો હતો. જે મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા બે અલગ અલગ ગુના નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં ચાલતી કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ પરથી દાગીના, મોબાઈલ અને રોકડની ચોરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સમરસ કોવિડ હોસ્પિટલ માં મેનેજર તરીકે ફરજ બજાવતા ડી. જી નાકરાણી એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ અનુસાર દર્દીનું મૃત્યુ થયા બાદ તેને એક કરવાનું કામ એટેન્ડન્ટ કરતા હોય છે. હાલ તેમાં કુલ દોઢસો નો સ્ટાફ કાર્યરત છે. જે તમામનું સુપરવાઇઝર સિંગ ગોવિંદસિંહ નામની વ્યક્તિ કરે છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી મૃતદેહ પરથી વસ્તુઓની ચોરી થતી હોવાની મૃતકોના સગાઓની ફરિયાદ આવતા તેમણે પોલીસને જાણ કરી છે.

આ દરમિયાન શંકાસ્પદ ૧૭ જેટલા એટેન્ડન્ટ છૂટા કરી દીધા હોય તેમજ તેઓ નો પગાર આપવાનો બાકી હોય તેમના પર વોચ રાખી વિક્રમ, મહેન્દ્ર અને માના નામના વ્યક્તિઓએ તાજેતરમાં જ નવા મોબાઈલ તેમજ વસ્તુઓની ખરીદી કરી હોય. જેથી પોલીસને બોલાવી રૂમની તલાસી લેતા દૃૈર્દૃ કંપનીનો મોબાઇલ હાથમાં પહેરવાની ઉંચી બે વીટી રુદ્રાક્ષની માળા બેના ની રીંગ તેમજ ૩૨૫૦૦ વીસ રૂપિયાની રોકડ મળી આવતા આ ત્રણેયને પોલીસે સકંજામાં લઇ આકરી પૂછપરછ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કોરોનાના દર્દીઓ ના મૃતદેહ પેક કરતી વેળાએ વસ્તુ ચોરી લીધા હોવાનું જણાવ્યું છે. ત્યારે તમામ આરોપીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટીવ આવતા તેમની ધરપકડ કરવામાં આવશે. તેમજ આરોપીઓની વધુ પુછપરછ પણ કરવામાં આવશે કે આખરે તેઓ આ પ્રકારનો ગોરખ ધંધો કેટલા સમયથી ચલાવતા હતા. તેમના આ ગોરખધંધામાં તેમની સાથે અન્ય કોઈ કર્મચારી સામેલ છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution