આજે NDAની બેઠક, મુખ્યમંત્રી પદ સહીત અનેક મુદ્દાઓ પર ચર્ચા
15, નવેમ્બર 2020

પટના-

પટનામાં એનડીએ ધારાસભ્યોની બેઠક પૂર્વે જનતા દળ યુનાઇટેડના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાનાર છે. જેડીયુ પ્રમુખ નીતીશ કુમારના ઘરે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી પદ સહીત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેડીયુના નવા ધારાસભ્ય નીતીશ કુમારને સરકારની રચના અંગેના તેમના અભિપ્રાયથી વાકેફ કરશે. આ પછી એનડીએ વિધાનસભા પક્ષની બેઠક મળશે. આ બેઠકમાં ભાજપ, જેડીયુ, એચયુએમ અને વીઆઇપીના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો ભાગ લેશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution