ટોક્યો : ભારતીય હોકી ટીમ જાપાનને તેના જ ઘરઆંગણે હરાવી ક્વાર્ટર ફાઇનલમાં

ટોક્યો-

જાપાન તરફથી કેન્ટા તનાકા, કોટા વતનાબે અને કાઝુમા મુરાતાએ એક -એક ગોલ કર્યો હતો. ભારત તરફથી હરમનપ્રીતે ૧૩ મી મિનિટમાં ગોલ કરીને ટીમને પ્રથમ ક્વાર્ટરમાં પ્રારંભિક લીડ અપાવી. આ પછી બીજા ક્વાર્ટરમાં ગુરજંતે ૧૭ મી મિનિટે ગોલ કરીને સ્કોર ૨-૦ કરી દીધો. જોકે જાપને ઝડપી વાપસી કરી, તનાકાએ ૧૯ મી મિનિટમાં લીડ કાપી લીધી, પરંતુ જાપાન પર ભારતની લીડ ચાલુ જ રહી.

જોકે, પછી વતાનાબેએ ત્રીજી ક્વાર્ટરમાં ૩૩ મી મિનિટે ગોલ કરીને સ્કોરને ૨-૨થી બરાબરી પર લાવી દીધો હતો, પરંતુ ત્યારબાદ શમશેરે ૩૪ મી મિનિટે એક મિનિટ બાદ ગોલ કરીને ભારતને ૩-૨ની લીડ અપાવી હતી. ત્યારબાદ નીલકંઠે ચોથી અને અંતિમ ક્વાર્ટરમાં ૫૧ મી મિનિટે ગોલ કરીને ૪-૨નો સ્કોર કર્યો હતો.

મેચની અંતિમ મિનિટોમાં ગુરજંતે ૫૭ મી મિનિટે બીજો ગોલ કરીને ભારતને ૫-૨ની લીડ અપાવી હતી. જોકે, જાપાને પણ અંત સુધી હાર ન માની અને મુરાતાએ ૫૯ મી મિનિટમાં ૫-૩ થી ગોલ કર્યો. જાપાન નિર્ધારિત સમયથી આગેવાની લઈ શક્યો નહીં અને તેને હારનો સામનો કરવો પડ્યો. આ જીતની સાથે જ ભારતીય પુરુષ હોકી ટીમે ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution