અમદાવાદ-

અમદાવાદ હાઇવે પર અવાર નવાર અક્સ્માત સર્જતા હોય છે જેના કારણે ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે . આવુ જ કંઇ દ્રશ્ય ફરી એકવાર નડિઆદ-આંણદ હાઇવે પર સર્જાયુ હતું. વહેલી સવારે એક ટમેટા ભરેલા ટ્રક તથા કારનો અકસ્માત થયો હતો જોકે સદ્ નસીબે કોઇ પણ જાન હાની નહોતી થઇ પરંતુ ટ્રકમાં ભરેલ બધા જ ટમેટા હાઇવે પર ઢોળાઇ ગયા હતા જેના કારણે કલાકોનો ટ્રાફિક સર્જાયો હતો. બાદમાં ભારે જહેમત બાદ ટ્રાફિક ખોલવામાં આવ્યો હતો.તેમાં આજુ બાજુના ગામ લોકોએટમેટાની લુટના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.