ઈકો સેન્સિટિવ ઝોન ના વિરોધમાં આદિવાસીઓનું કલેક્ટરને આવેદન
25, ડિસેમ્બર 2020

રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે ઈકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કર્યો છે.એમાં જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારાના કુલ-૧૨૧ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.મ્‌ઁ ની આગેવાનીમાં મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના આદિવાસીઓ ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવા નર્મદા કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા, અને સરકાર વિરુદ્ધ દેખાવો કર્યો હતો.ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા, નર્મદા જિલ્લા બિટીપી પ્રમુખ ચૈતર વસાવા, રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ સરાધ વસાવા, બહાદુર વસાવા સહિતઆદિવાસીઓએ નર્મદા કલેકટર ડી.એ.શાહને રજુઆત કરતા જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનને લીધે ૧૨૧ ગામના લોકો વિસ્થાપિત થશે. એ વિસ્તારના ગામ લોકોની જમીનમાં ઈકો સેન્સિટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી પાડવાની કામગીરી ચાલી રહી છે, જે આદિવાસીઓની જમીનો છીનવી લેવાની સરકારની મેલી મુરાદ છે.બિટીપી ધારાસભ્ય મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનના નામે સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરી એ જમીનો પ્રવાસનના નામે ઉદ્યોગપતિઓને આપવા માંગે છે.નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે સરકારે આદિવાસીઓની જમીનો છીનવી લઈ એમને રંજાડવાનું કામ કર્યું છે.અમે ઈકો સેન્સિટિવ ઝોન કાયદાને કદી પણ નહીં સ્વીકારીએ, સરકાર આદીવાસી વિસ્તારમાં જે યોજનાઓ ચાલુ કરી છે એ બંધ નહિ કરે તો અમેં જલદ આંદોલન કરીશું. 

ધારાસભ્ય મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીના ચૂંટાયેલા સાંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો જાે આદિવાસીઓના જળ, જંગલ, જમીન અને અસ્તિત્વને બચાવવા એક નહિ થાય તો આવનારા સમયમાં આદિવાસી સમાજ એવા તમામ નેતાઓને ઘર ભેગા કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution