કોલકોત્તા-

મંગળવારે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં બદમાશોએ તૃણમુલ કોંગ્રેસના નેતાને ગોળી મારીને ઈજા પહોંચાડી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે સ્થાનિક બજારમાં શાકભાજી ખરીદતી વખતે આ ઘટના બની હતી.

તેમણે જણાવ્યું હતું કે બાંસબેરિયા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ, આદિત્ય નિયોગીને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને કોલકાતા રિફર કરાયા હતા. ભાજપના સૂત્રોએ દાવો કર્યો હતો કે આ ઘટના શાસક પક્ષમાં જૂથબંધીનું પરિણામ છે.આ આરોપોને નકારી કારતાં, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તપન દાસગુપ્તાએ કહ્યું કે, તાજેતરની ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના કેટલાક દેશદ્રોહીની સાથે ભગવા પક્ષના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવના વિરોધમાં ટીએમસીના કેટલાક કાર્યકરોએ બાંસબેરિયા વિસ્તારમાં દેખાવો કર્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે પોલીસ તૈનાત કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં બદમાશોની ધરપકડ કરવામાં આવશે.