સ્ટેટ હાઇવે બીસ્માર હાલતમાં નાગરિકોને મુશ્કેલી
23, સપ્ટેમ્બર 2021

દે.બારીયા

પીપલોદ થી છોટાઉદેપુરને જાેડતો ગુજરાત સરકારના પીડબલ્યુડી વિભાગના સ્ટેટ હાઇવે હાલ ખૂબ જ ભય જનક સ્થિતિમાં હોવાથી નાગરિકોને પડતી મુશ્કેલી દૂર કરવાની માગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.આવેદનપત્રમાં જણાવ્યું છે કેટલો છોટાઉદેપુરને જાેડતો ગુજરાત સરકારના પીડબલ્યુડી વિભાગના સ્ટેટ હાઇવે હાલ ખૂબ જ ભયજનક સ્થિતિ ધરાવે છે. જે દે.બારીયા નગરના પ્રવેશ દ્વાર થી સમડી સર્કલ થઈ ભેદરવાજા સુધીના રસ્તા પર મોટા પ્રમાણમાં ખાડા પડેલ છે. તદ ઉપરાંત ભૂગર્ભ ગટરના ઢાંકણા પણ યોગ્ય રીતે રસ્તાના લેવલથી બેસાડ્યા નથી જેથી ભારે વાહનોની અવરજવરને કારણે ઘણા એક એક ફૂટ ઊંડા અને મોટા થતા રાહદારીઓને ખૂબ જ સમસ્યા ઉભી થાય છે. રાહદારીઓ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. આ ઉપરાંત વરસાદી પાણી ભરાવાના કારણે ખાડા જાેઈ શકતા ન હોવાથી ભયંકર અકસ્માત થવાનો ભય રહે છે. સ્ટેટ હાઇવે ત્રણ ચાર વર્ષ પહેલા જ થયેલું છે અને અંદાજીત ખર્ચ ૬ થી ૭ કરોડ જેટલોં થયેલ છે. તેમ છતાં ગુણવત્તાના અભાવે નગરજનોએ અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેની યોગ્ય તપાસ થાય એવી આમ આદમી પાર્ટી દ્વારા માગણી કરવામાં આવી છે. તેમજ રસ્તાઓના બાંધકામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરી હલકી ગુણવત્તાવાળા રસ્તાના બાંધકામ માટે જવાબદારોને સજા કરવામાં આવે અને નગર પડતી તકલીફો ધ્યાને રાખીને તાત્કાલિક અસરથી રસ્તા પર પડેલ ખાડાઓનું સમારકામ કરવાની માંગણી કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution