રાજકોટ, કુદકેને ભૂસકે વધી રહેલી મોંઘવારીથી લોકો ત્રસ્ત બની ગયાં છે. તેમજ હવે મોંઘવારીના મારને કારણે લોકો સરકાર સામે બાંયો ચઢાવીને રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં એક સંસ્થા દ્વારા મોંઘવારી મુદ્દે યોજાયેલા ઘરણાના કાર્યક્રમમાં મોંઘવારીથી ત્રસ્ત પીડાતી તે પ્રજામાં મધ્યમ વર્ગના લોકો, વકીલો, વાલીઓ, વેપારીઓ, રિક્ષાચાલકો જાેડાઈ ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મરી મસાલા, દૂધ, સીંગતેલ, કપાસિયા તેલ, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ગેસ, લીંબુ સહિતની આવશ્યક ચીજવસ્તુઓમાં થયેલા તોતિંગ વધારાને પગલે ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં જ્યારે વધારો થયો છે ત્યારે સરકાર પોતાના તાયફા બંધ કરી પેટ્રોલ-ડીઝલમાં એકસાઈઝ ડયુટી ઘટાડી રાહત આપે અને સરકાર મોંઘવારીના પ્રશ્નો બાબતે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તે માટે ભક્તિનગર સર્કલ ખાતે ધરણા કર્યા હતા. આ ધરણા કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડોક્ટર હેમાંગ વસાવડા અને શહેરના પ્રમુખ વગેરે ઉપસ્થિત રહી આંદોલનમાં જાેડાયા હતા. અને સરકાર મોંઘવારી મુદ્દે ચૂપ છે અચ્છે દિન ના સપના બતાવનારી સરકાર અચ્છે દિન ભાજપના આવી ગયા છે.