ન્યુયોર્ક-

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પરાજિત થયા હોવા છતાં હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાર મા્‌નવા તૈયાર નથી. એક અહેવાલ મુજબ એ કોઇ પણ રીતે તખ્તાપલટની તૈયારી કરી રહ્યા હતા. ટ્રમ્પે પેન્ટાગોનમાં કરેલા ફેરફારો એવું સૂચવી રહ્યા હતા કે ટ્રમ્પ સત્તા પર કોઇપણ ભોગે ટકી રહેવાની તૈયારી કરી રહ્યા હતા.

ટ્રમ્પની ભત્રીજીએ ટ્‌વીટર પર આવું બની રહ્યું હોવાનો અણસાર પણ આપ્યો હતો. ટ્રમ્પના વફાદાર ઑફિસર્સને વિવિધ હોદ્દા પર ગોઠવવામાં આવી રહ્યા હતા અને વફાદારીની શંકા હોય એવા અધિકારીઓને ખસેડાઇ રહ્યા હતા. એનો આરંભ સોમવારે થયો હતો. સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરને સૌથી પહેલાં ખસેડવામાં આવ્યા હતા. એસ્પરના સ્થાને નેશનલ ટેરરીઝમ પ્રિવેન્શન ફોર્સના ડાયરેક્ટર ક્રિસ્ટોફર મિલરને ગોઠવવામાં આવ્યા હતા.

ટ્રમ્પ હજુ પણ સતત એવા આક્ષેપ કરી રહ્યા હતા કે મતગણતરીમાં ગોલમાલ કરવામાં આવી હતી.જાે બાઇડનની જીત અંગે ટ્રમ્પ સતત શંકા વ્યક્ત કરી રહ્યા હતા. ટ્રમ્પના આ અભિપ્રાયને વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો સતત ટેકો આપી રહ્યા હતા. પોમ્પિયોએ કહ્યું હતું કે સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થશે અને ટ્રમ્પ પોતાના બીજા શાસનનો શુભારંભ કરશે.

ટ્રમ્પની ભત્રીજી મેરી એલ ટ્રમ્પે ટ્‌વીટર પર લખ્યું હતું કે સતત સાવધ રહેજાે. ટ્રમ્પ સત્તાપલટો કરી શકે છે. એ સહેલાઇથી સત્તા છોડશે નહીં. જાે બાઇડન કાયદેસર રીતે જીત્યા હતા પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ એ હકીકત સ્વીકારવા તૈયાર નથી. એ બળવો કરી શકે છે. એમના દ્વારા લેવાઇ રહેલાં પગલાં પણ આ હકીકત સૂચવે છે.