જામનગરની ય્ય્ હોસ્પિટલ જાતીય સતામણી મામલે બે આરોપીની ધરપકડ કરાઇ
24, જુન 2021

જામનગર,  જામનગર સહિત રાજયભરમાં ચકચાર મચાવનાર જી.જી.હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓ પર જાતીય સતામણીની ઘટનામાં આખરે ન્યાયની જીત થતા પોલીસ વિભાગ દ્વારા પીડિત મહિલાની ફરિયાદ નોંધી સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી સહિત અન્ય એક વ્યક્તિની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.આ સમગ્ર મામલામાં પીડિતોને ન્યાય મળે અને પોલીસ ફરિયાદ નોંધાય તે માટે વિવિધ રાજકીય પક્ષો અને મહિલા સંસ્થાઓ પણ મેદાનમાં ઉતરી હતી. ત્યારે અંતે એક સપ્તાહના લાંબા સમયગાળા બાદ ન્યાયની જીત થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી રહી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંજૂર થયા બાદ વધુ ચોંકાવનારા ખુલાસાઓ આ સમગ્ર ઘટનામાં સામે આવે તેવી સંભાવના છે.જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે એક સપ્તાહ અગાઉ મહિલા એટેનડેન્ટ કર્મચારીઓ સાથે જાતીય સતામણી થતા હોવાનો ઘટસ્ફોટ થતાંની સાથે જ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તે માટે જિલ્લા કલેકટરને આદેશ કરતાં ત્રણ સભ્યોની તાત્કાલિક ટીમ સમગ્ર તપાસ માટે રચવામાં આવી. જેના પગલે તપાસ સમીતીના ૩ સભ્યો દ્વારા થોડા દિવસો પહેલા પીડિત મહિલાઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે જામનગરના સાંસદ તેમજ બંને મંત્રીઓ દ્વારા પણ આ સમગ્ર મામલે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી થાય અને પીડિત મહિલાઓને ન્યાય મળે તે તે માટે સમગ્ર મામલામાં તપાસ થાય તે અંગે સુચનાઓ પણ આપવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution