નવસારી

નવસારી જીલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓના શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી છે. પોલીસ સ્ટેશનમાં બે શંકમંદ આરોપી ઇસમોનો ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.આ બન્ને આરોપીઓ ચોરીના ગુનામાં લાવવામાં આવ્યા હતા.પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં લાવવામાં આવેલ બે શંકમંદ આરોપી ઇસમોએ આપઘાત કરતા પોલીસ કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ ડાંગ જીલ્લાના વઘઇ તાલુકાના બે શંકમંદ આરોપીને ચીખલી પોલીસ ગઈ કાલે લાવી હતી.અને આરોપીઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કે પછી પોલીસના મારથી થયું મોત એ સૌથી મોટો સવાલ છે.?જ્યાં દરેક રૂમમાં સીસીટીવી કેમેરા અને 24 કલાક પોલીસ હોય ત્યાંજ આરોપીઓ કઈ રીતે આપઘાત કરી શકે એ મોટો સવાલ છે.? ઘટના રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા પોલીસ કામગીરીની બહાનું બનાવી મીડિયાને પ્રવેશતા અટકાવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ જીલ્લા પોલીસ વડા,નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક સહીત ડેપ્યુટી કલેક્ટર ચીખલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.