છોટા ઉદેપુર, વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, અમદાવાદ દ્વારા તેમજ એચસીએલ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી, રાજીવ ગાંઘીઆશ્રમ શાળા, રોજકુવા, તા. જિ. છોટા ઉદેપુર ખાતે તારીખ ૧૨-૧૩ માર્ચ ૨૦૨૧ ના રોજ વિજ્ઞાન-ગણિત શિક્ષક તાલીમ કાર્યશાળા યોજવામાં આવી હતી. છોટા ઉદેપુર જિલ્લાના પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬-૮ માં ભણાવતાં ૫૦ શિક્ષકોએ આ તાલીમ કાર્યશાળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

હાલની કોવિડની પરિસ્થિતિને ધ્યાન રાખતા સોશ્યિલ ડિસ્ટનસિંગ, માસ્કનો ઉપયોગ તેમજ તાલીમ સ્થળ તથા સામગ્રીના સેનેટાઇઝેશન બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓએ મૉડેલ-મેકિંગ, પ્રયોગ, વિજ્ઞાન રમતો વગેરે જેવી પ્રવૃત્તિઓ જાતે કરીને, હેડ્‌ઝ-ઑન પધ્ધતિને સ્વયં અનુભવ દ્વારા આત્મસાત કરી. વર્ગખંડમાં ખુબ જ સરળતાથી વિદ્યાર્થીઓ સાથે કરી શકાય તેવી પ્રવૃત્તિઓનો કાર્યશાળામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેથી કરીને તેઓ જાતે કરી જુઓ’ નો આનંદ મેળવી શકે તથા જે તે વૈજ્ઞાનિક સિધ્ધાંતો ને ઊંડાણથી સમજી શકે. કાર્યશાળા દરમ્યાન શિક્ષકો દ્વારા અભ્યાસક્રમને અનુરૂપ વિવિધ વિષયને લગતી રસપ્રદ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેવી કે મોડેલ રોકેટ લોચિંગ, માનવશરીરના રુધિરાભિસરણ તંત્રની સમજ તેમજ સ્ટેથોસ્કોપનું મોડેલ બનાવવું, માઈક્રોસ્કોપનો ઉપયોગ તેમજ સ્લાઈડ બનાવવી, પાણીનું વિદ્યુતવિભાજન, આપણી આસપાસમાં થતા ભૌતિક અને રાસાયણિક પરિવર્તનો, સૂર્યઘડીયાળ, આકારોની સમજ અને બનાવટ, ગુણાકારની વિવિધ સરળ પદ્ધતિઓ, ગમ્મત સાથે ગણિત પ્રકાશ અને તેના ગુણધર્મો, વક્રીભવન, માટીથી સંબંધિત વિજ્ઞાન ગણિત-વિજ્ઞાન વર્કશોપમાં તજજ્ઞ શ્રી મતિ મેઘાબેન સકલાની,શ્રીમતી લતાબેન તોરવી નમ્રતાબેન દવે, નીતિનભાઈ તવાને ,જીલ પટેલ દ્વારા ગણિત વિજ્ઞાનમાં દરેક તાલીમાર્થીઓને ખૂબ જ સુંદર માહિતી અને પ્રયોગો કરાવીને ગણિત-વિજ્ઞાનના વર્કશોપ ને જીવંત બનાવ્યો હતો.