ગોધરા સંતરામપુર ખાતે ભારત બંધ ના એલાનમા પગલે બાયપાસ રોડ ઉપર પોલીસ તંત્ર ના બંદોબસ્તને જાેઇને પુર ઝડપે ભાગલે એક વૈભવી કાર નો દિલ ધડક પીછો કરી ને આંતરવામા આવતા આ કાર મા બનાવવામા આવેલ ગુપ્ત ખાના માંથી સંતરામપુર પોલીસે અંદાઝે ૧ કરોડ રૂપીયાની ૨૦૦ કિલો ચંાદિ નો જંગી જથ્થો મળી આવ્યો હતો. મોડી સંાજેના આ બનાવ સંર્દભમા સંતરામપુર પોલીસ ગાડીમા સવાર બે ઇસમોની ચાંદીના જથ્થા સાથે અટકાયત કરી ને ચાંદીને તોલી ને કબજે કરવાની કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરી છે.ભારત બંધ ના આદોલનના પગલે સંતરામપુર પોલીસ સ્ટેશન ના પી.આઇ. એ.ટી.પટેલના પેટ્રોલિંગ અને બાયપાસ રોડ ઉપર વાહન ચેકિંગ કરવાના આદેશના અમલમા ટ્રાફિક પોલીસ દ્રારા નાકાબંધી કરવામા આવી હતી. 

અત્યારે મોડી સાંજેના ઝાલોદ રોડ ઉપર થી બાયપાસ ઉપર પુરઢડપે આવી રહેલ એક સફેદ કલરની કાર પોલીસ કાફલાની હાજરી જાેયા બાદ અચાનક યુ-ર્ટન મારી ને પુનઃ ઝાલોદ તરફ રવાના થતા ટ્રાફિક પોલીસ કર્મચારી વીરાભાઇ અને અન્ય કર્મચારીઓએ આ કાર નો દિલ ધડ્ડક પીછો કરી ને આંતર્યા બાદ જી .જે .૦૧ ૪૦૭૩ નંબરની આ કાર ને સંતરામપુર પોલીસ મથકમા લઇ આવ્યા હતા. પી.આઇ. એ.ટી. પટેલ આ કાર મા સવાર પરાગ પ્રવિણભાઇ શાહ અને અમરીશ શાતિલાલ શાહ ના ગોળગોળ ફેરવતા જવાબો સાંભળીને ઉભી થયેલી આશંકાઓમા વૈભવિ કારની અંદર ઝીણવટંપુર્વક તપાસ હાથ ધરતા પાછળની સીટ ના ભાગે બનાવવાના આવેલ ગુપ્ત ખાના માંથી ચાંદિ ની ઇટો ભરેલ પેટીઓ અને થેલા માંથી ચાંદિ ના દાગીનાઓ મળી આવતા એક તબ્બકે પોલીસ તંત્ર નો કાફલો પણ ચોકી ગયો હતો . એટલા માટે કે વૈભવી કાર મા સીટની પાછળના ભાગે બનાવવામા આવેલા ગુપ્ત ખાના માંથી અંદાઝે ૧ કરોડ રૂપીયાની કિમતના ૨૦૦ કિલો ચાંદીનો જંગી જથ્થો મળી આવ્યો હતો.