મોડાસા-

અરવલ્લી જીલ્લામાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી બુટલેગરો સાથે ભાઈબંધી રાખતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સામે સખ્ત કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં દાખલો બેસાડી રહ્યા છે. તેમ છતાં બે નંબરી આવકમાં મદમસ્ત બનેલા જીલ્લાના કેટલાક ભ્રષ્ટ પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ નોકરીના ભોગે પણ ભાઈબંધી નીભાવી રહ્યા છે. એસપી સંજય ખરાતે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ રાયચંદ રત્નાભાઇને થોડા સમય અગાઉ પોલીસ કસ્ટડીમાં રહેલો નામચીન બુટલેગર ફરાર થઇ જવાના કેસમાં સસ્પેન્ડ કરી દીધા હતા તેમજ જીગ્નેશ બચુભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલે બુટલેગર સાથે ભાઈબંધી નિભાવતો હોય તેમ બુટલેગર સાથે અંગત અદાવત રાખનાર વ્યક્તિને ભિલોડા બજારમાંથી ઉઠાવી જઈ જેશીંગપુરમાં ઢોર માર મારવાના કેસમાં તેમજ એએસઆઈ શંકરભાઇ સોમાભાઈને ફરિયાદમાં જીજ્ઞેશ બચુભાઈ નામના પોલીસકર્મીને બચાવવા બેદરકારી ભરી તપાસ કરતાં સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે એસપીના આદેશના પગલે પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે

પોલીસકર્મીઓ જ બુટલેગર બની કાયદાના સંકંજામાં લપેટાયા છે અને સસ્પેન્ડ થયા છે ત્યારે ભિલોડા પોલીસે ઝડપેલા ત્રણ જીલ્લાના લીસ્ટેડ બુટલેગર સંદિપકુમાર ઉર્ફે મોન્ટૂ મોહનભાઈ ચાવડા ઝડપાયાના ગણતરીના કલાકોમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી પોલીસ સ્ટેશન બહાર ઉભેલી કારમાં નાસી જતાં પંથકમાં ચકચાર મચી હતી સમગ્ર પ્રકરણને મામલે એસપી સંજય ખરાતે બુટલેગર કસ્ટડીમાંથી ભાગી જવામાં એએસઆઈ રાયચંદભાઈ રત્નાભાઇની બેદરકારી જણાઈ આવતા સસ્પેન્ડ કરી દીધા છે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે એએસઆઈ અને એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે