વડગામ દૂધ મંડળીના ચેરમેન અન વાઈસ ચેરમેનની સર્વાનુમતે વરણી
01, સપ્ટેમ્બર 2020

વડગામ : વડગામ ખાતે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની તાજેતરમાં ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં વડગામ સરપંચ ભગવાનસિંહ સોલંકી પ્રેરિત પેનલના માઘજીભાઈ ગલબાભાઈ પટેલની આગેવાનીમાં વિકાસ પેનલના અગિયાર સભ્યોનો ભવ્ય વિજય થયો હતો. સોમવારે વડગામ દુધ મંડળી ખાતે ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી.જેમાં ચેરમેનપદે માઘજીભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે રતુજી સોલંકીની વરણી કરવામાં આવી હતી.જેમાં વડગામ ગ્રામ સચિવાલયના સરપંચ ભગવાનસિહ સોલંકી સહીત અગ્રણીઓએ ચેરમેન અને વાઈસ ચેરમેનને ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.આગામી સમયમાં વડગામ દુધ મંડળીનો વિકાસ થાય અને ઉતરો ઉતર પ્રગતિ થાય તેવી ઉપસ્થિત આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.વડગામ સરપંચ ભગવાનસિંહ સોલંકીનું સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution