દિલ્હી-

એઈમ્સ ખાતે કોરોનાની સારવાર લઇ રહેલા છોટા રાજનના મૃત્યુના અહેવાલ આવ્યા હતા. દિલ્હીમાં AIIMS કોરોનાવાયરસને કારણે અન્ડરવર્લ્ડ ડોન અને ગેંગસ્ટર છોટા રાજનનું શુક્રવારે અવસાન થયું તેવા અહેવાલ આવ્યા બાદ AIIMS કહ્યું હતું કે ‘આ વાત અફવા છે, છોટા રાજન હજુ જીવે છે’.

છોટા રાજનને 26 એપ્રિલના રોજ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. 2015 માં ઇન્ડોનેશિયાથી ધરપકડ થયા બાદ તે નવી દિલ્હીની ઉચ્ચ સુરક્ષા ધરાવતી તિહાર જેલમાં બંધ હતો. છોટા રાજનને તિહાર જેલમાં કોરોના થઇ ગયો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સ્થિતિ ઘણા દિવસો સુધી સ્થિર રહી. આ મામલે AIIMS એ મોટો ખુલાસો કરી સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 'અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન હજુ જીવિત છે, હાલમાં કોરોનાની સારવાર માટે તેને AIIMS માં દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. છોટા રાજન 1993 માં મુંબઇમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી હતો. 2015 માં તેને ઇન્ડોનેશિયાથી ભારત પ્રત્યાર્પણ કરાયો હતો. 26 એપ્રિલના રોજ, તેને કોરોના ચેપની સારવાર માટે એઈમ્સ લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ 7 મે એટલે કે આજે તેનું મોત થયું એવી અફવા આવી હતી. બાદમાં AIIMS એ આ વાતને નકારી કાઢી હતી.