UP: પોલીસ પર હુમલો કરનાર વિકાસ દુબે હજી પણ ફરાર, ઈનામની રમક કરાઈ 1 લાખ
05, જુલાઈ 2020

ઉત્તરપ્રદેશ,

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસ પાર્ટી પર હુમલો કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે હજી ફરાર છે. વિકાસ દુબેને પકડવા પોલીસ સતત દરોડા પાડી રહી છે. વિકાસ દુબે પર પોલીસે ઇનામની રકમ પણ વધારી દીધી છે. પોલીસે વિકાસ દુબે પાસેથી ઇનામની રકમ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ કરી દીધી છે. ગુનામાં સંડોવાયેલા અન્ય 18 આરોપીઓને પોલીસે 25-25 હજારનું ઇનામ રાખ્યું છે.

વિકાસ દુબેએ પોલીસ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો અને તેમાં 8 પોલીસ જવાન શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ કાનપુરમાં વિકાસ દુબેએ પોલીસ ટીમને ધમકી આપી હતી. પોલીસે ધમકીને ગંભીરતાથી લીધી ન હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution