અત્યારે જો તમે પાર્લરમાં જઈને આ માટે ખાસ કેર કરી શકતા નથી તો તમે એક ઘરેલૂ ઉપાય કરી શકો છો. આ ઉપાયથી તમે પિંપલ્સ, વાળ ખરવા, વાળમાં ડેન્ડ્રફની સમસ્યા અને સાથે જ સ્કીન ડેમેજ થવાની સમસ્યાથી પણ રાહત મેળવી શકો છો. હા આ માટે તમારે રસોઈમાં વપરાતા મીઠાના પાણીનો પ્રયોગ કરવાનો છે. તે આ તમામ સમસ્યામાંથી તમને રાહત આપશે. 

જો તમને પિંપલ્સ અને ખીલની સમસ્યા છે તો તમે રોજ રાતે સૂતા પહેલાં અને સવારે ઉઠ્યા બાદ મીઠાના પાણીથી ચહેરો ધોઈ લો. આ સિવાય તમે વાળ ખરવાની કે ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો તો તમે વાળને શેમ્પૂ કર્યા બાદ મીઠાના પાણીથી ધોઈ શકો છો. આ એક કંડીશનરનું પણ કામ કરે છજો તમને વારેઘડી પિંપલ્સની સમસ્યા રહે છે તો તમે મીઠાને પાણીમાં થોડી વાર રહેવા દો અને પછી તેને હાથ પર લઈને ચહેરા પર લગાવો. 10-15 મિનિટ તેને ચહેરા પર રહેવા દો અને પછી ફેસ ધોઈ લો. તમે 2-3 દિવસ આવું કરશો તો તમને તરત જ અસર દેખાશે.  

1 ગ્લાસ પાણીમાં 2 ચમચી મીઠું નાંખીને તેનાથી ફેસ વોશ કરવાથી સ્કીન પર ગ્લો આવે છે. આ સાથે ચહેરાના ડાઘ અને ખીલમાંથી પણ રાહત મળે છે. તે ધીમે ધીમે ગાયબ થઈ જાય છે.  મીઠામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે સ્કેલ્પમાંના ડેન્ડ્રફને દૂર કરે છે. સાથે સ્કેલ્પના ઈન્ફેક્શનમાં પણ રાહત આપે છે. જો તમે ઓઈલી વાળથી પરેશાન છો તો પાણીમાં મીઠું મિક્સ કરીને ધૂઓ, તમારી આ ફરિયાદ દૂર થશે અને વાળમાં ચમક આવશે.