ઉત્તર પ્રદેશ: પિતા અને ભાઇએ મળીને ગર્ભવતી દિકરીને હત્યા કરી
07, ઓક્ટોબર 2020

દિલ્હી-

ઉત્તર પ્રદેશમાં કથિત ઓનર કિલિંગનો મામલો સામે આવ્યો છે, જ્યાં એક પિતાએ તેની 14 વર્ષની પુત્રીની ગર્ભવતી હોવાના કારણે તેની હત્યા કરી હતી  પોલીસે કહ્યું છે કે બાળકીને બાળકના પિતાનું નામ આપવાની ના પાડી હતી, તેથી પિતાએ મોટા પુત્ર સાથે મળીને તેની હત્યા કરી હતી.

પોલીસ અધિક્ષક એસ. આનંદે બુધવારે જણાવ્યું હતું કે, "સિધૌલી વિસ્તારના દુલ્હાપુર ગામમાં લોકોએ એક યુવતીનું માથું કાપ્યું હોવાનું મંગળવારે બહાર આવ્યું હતું." તેણે જણાવ્યું કે તપાસ દરમિયાન અમને ખબર પડી કે તે છ મહિનાની ગર્ભવતી છે અને પરિવારને શંકા છે કે તેનું કોઈની સાથે અફેર છે. પહેલી તપાસમાં તે ઓનર કિલિંગનો કેસ હોવાનું જણાય છે અને યુવતીના પિતાની પૂછપરછ કરવામાં આવી છે.

આરોપી પિતાએ પોલીસને જણાવ્યું હતું કે 24 સપ્ટેમ્બરે યુવતીની હત્યા કરવામાં આવી હતી પરંતુ પરિવારે પોલીસનો સંપર્ક કર્યો ન હતો. એસપી આનંદે જણાવ્યું કે, છોકરીના પિતાના જણાવ્યા મુજબ, તેની પુત્રી ગર્ભવતી હતી. તેણે આ માટે જવાબદાર વ્યક્તિનું નામ પૂછ્યું અને 'ત્યારબાદ તેણે તેનું નામક કહ્યુ નહીં.' પોલીસનું કહેવું છે કે આરોપી પુત્રીના લગ્ન જે તે વ્યક્તિ સાથે કરતો હતો જેની સાથે તેના સંબધ હતા

એસપીએ કહ્યું, "તેની પુત્રીની હત્યા કર્યા બાદ પિતાએ તેનું ગળુ કાપી નાખ્યું અને ત્યારબાદ તેના શરીરને એક નાળા પાસે ફેંકી દીધું." આ ઘટના બાદ તેનો ભાઇ ભાગી છૂટયો હતો અને પિતાની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે 'યુવતીનો મોટો ભાઈ પણ આ હત્યામાં સામેલ છે અને અમે બંને સામે આઈપીસીની કલમ 302 (હત્યા) અને 201 (પુરાવા ભૂંસી નાખવાનો પ્રયાસ) હેઠળ કેસ દાખલ કર્યો છે.' પોલીસ યુવતીના ગર્ભવતી થવા માટે જવાબદાર વ્યક્તિની પણ શોધ કરી રહી છે અને તપાસ ચાલુ છે.


.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution