વડોદરા: દુષ્કર્મી તાંત્રિક પ્રંશાત ઉપાધ્યાયની મદદ કરનાર શિષ્યાની અટકાયત
02, નવેમ્બર 2020

વડોદરા-

વડોદરાના બગલામુખી મંદિરના સંત પ્રશાંત ઉપાધ્યાયે તેની સેવામાં રહેલી ધો.10 ની કિશોરી પર વેકેશન વખતે ઘેન ની ગોળીઓ આપી બળાત્કાર અને સૃષ્ટિ વિરૂદ્ધ નું કૃત્ય કરવાના કેસમાં પોલીસે ગતરોજ પ્રશાંતની ખાસ શિષ્યા દિશા જોન ને ગોત્રી પોલીસે ઝડપી લીધી છે હવે પોલીસ તેના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરશે. પ્રશાંતની શિષ્યા દિશા અને દીક્ષાએ કિશોરીને પ્રશાંતના રૂમમાં મોકલતી હોવાના મામલે તેની ધરપકડ કરાઈ છે. સંત ના કપડાં પહેરી નાની નાની કુમળી વય ની બાલિકાઓ ને શિકાર બનાવી કામલીલા આચરતા આવા સંતો હવે ઉઘાડા પડી રહ્યા છે. ત્યારે પાખંડી સંત પ્રશાંતની ત્રણ શિષ્યાઓ દિશા ભગત સચદેવા ઉર્ફે દિશા જોન, દીક્ષા જસવાની ઉર્ફે સીમા તથા ઉન્નતિ જોશી પણ દુષ્કર્મ કેસમાં સામેલ હોવાનો આરોપ પીડિતાએ પોલીસ ફરિયાદમાં લગાવ્યો છે. આ ત્રણેય શિષ્યાઓ પ્રશાંતના અનેક રહસ્યો જાણતી હોવાની સંભાવના છે. દીક્ષા જસવાની ઉર્ફે સીમા હાલ દુબઇ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે ઉન્નતિ જોષીની માહિતી ન મળતાં તપાસ શરૂ કરાઈ હતી.પ્રશાંત ભૂતકાળમાં નોંધાયેલી દુષ્કર્મ અને ઠગાઇની ફરિયાદના કેસમાં જેલની હવા ખાઇ રહ્યો છે. આ કેસમાં પૂછપરછ કરવા પોલીસે તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબજો લેવાની તજવીજ શરૂ કરી છે.દિશા જોનને વડોદરા ,ગોત્રી પોલીસે ઝડપી પાડી છે જ્યારે દિક્ષા દુબાઇમાં હોવાની જાણકારી મળી છે.

પીડિતાએ પ્રશાંતની અંગત ગણાતી 3 શિષ્યા દિશા ભગત સચદેવા ઉર્ફે દિશા જોન, દીક્ષા જસવાની ઉર્ફે સીમા તથા ઉન્નતિ જોશી પણ તેના આ કૃત્યોમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. દુષ્કર્મના કેસમાં પ્રશાંતની ખાસ શિષ્યા ગણાતી દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે દિશા જોનને ગોત્રી પોલીસે રવિવારે સાંજે વાઘોડિયા-ડભોઇ રોડ સ્થિત કાન્હા ગોલ્ડના તેના ઘરમાંથી ઝડપી લીધી હતી. દીક્ષા જસવાની ઉર્ફે સીમા હાલ દુબઇ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે ઉન્નતિ જોષી ક્યાં છે તેનુ લોકેશન જાણવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution