વડોદરા-

જિલ્લાના સાવલી ગામે જશોદા નગર સોસાયટીમાં અને ગોઠડા ગામમાં છેલ્લા ચારેક દિવસથી એક કપિરાજ લોકો પર હુમલા કરતો હતો. જેમાં 5થી 6 લોકોને ઈજા થઈ હતી. કપિરાજ આવતા-જતા લોકોને બચકા પણ ભરતો હતો. જેના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. આ ઉપરાંત લોકો કપિરાજથી બચવા માટે લાકડી અને અન્ય મારક હથિયારો સાથે બહાર નિકળતા હતા. આ બાબતે વનવિભાગને જાણ કરાતા આજે મંગળવારે વહેલી સવારે પાંજરૂ મૂકી કપિરાજને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. જેને લઈ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરા નજીક સાવલી અને ગોઠડા ગામે છેલ્લા 4 દિવસથી કપિરાજે આતંક મચાવ્યો હતો. ગ્રામજનોમાં ભારે ખોફ ફેલાવનારા પૂંછ વિનાના કપિરાજને વનવિભાગ દ્વારા પાંજરે પૂરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.