b[aoje-

ગુજરાતમાં કોરોના પ્રકોપ વચ્ચે રેમેડેસિવિરની કાળાબજારી શરૂ થઈ ગઈ છે. આફતને અવસરમાં બદલી કમાવી લેવાના ઈરાદા સાથે કેટલાય લોકો હજારોની કિંમતે ઈન્જેક્શન વેચતાં હોય છે. તેવામાં કાળાબજારી કરતાં લોકો સામે પોલીસની બાજ નજર છે. ત્યારે વડોદરા અને આણંદના ફાર્માસીસ્ટ, મેડિકલ સ્ટોર અને મેડિકલ એજન્સીઓની મીલીભગતથી ચાલી રહેલું રેકેટ ઝડપવામનાં પોલીસને સફળતા મળી છે. આ રેકેટમાં સામેલ ઇન્જેક્શનની કાળાબજારી કરનાર પાંચ શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. શહેરની મેડિકલ એજન્સીઓ અને હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતા શખ્સોની સાંઠગાંઠથી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી ચાલી રહીં હોવાનો ઘટસફોટ થયો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવરની કાળાબજારી કરનાર શખ્સો પોલીસે વધુ એક વાર છટકુ ગોઠવી રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યાં હતા.