વડોદરા-

વડોદરામાં યુવાનોને નશીલા ઇન્જેક્શનના રવાડે ચઢાવી રહેલી ત્રિપુટીની 960 નંગ "પેન્ટાઝોશીન લેક્ટેટ" ઇજેક્શન મળી કુલ્લે રૂપિયા 8.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના યુવાનોને નશીલા ઇન્જેક્શનના ઝડપાયેલા કૌંભાડ ઝડપાયું હતું, 

અંગેની માહિતી આપતા શહેર એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.જી. સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરના મદનઝાંપા રોડ ઉપર વિજયકુમાર જગદીશ પંચાલ પોતાની ઓટો રિક્ષામાં યુવાધનને ખોખલુ કરતા નશીલા પ્રતિબંધિત "પેન્ટાઝોશીન લેક્ટેટ" ઇન્જેક્શનોનો જથ્થો લઇને સૈયદ વાસણા રોડ ઉપર મધર સ્કૂલ પાસે સુરજ રમેશ પટેલને આપવા માટે જવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, માહિતીના આધારે સ્ટાફના પોલીસ જવાનોએ રોઝરી સ્કૂલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન હોન્ડા કારમાં વિજયકુમાર પંચાલ પાસે ઇન્જેક્શનની ડિલીવરી લેવા માટે આવી પહોંચેલા સુરજ રમેશ પટેલ અને હરીશ જગદીશ પંચાલને દબોચી લીધા હતા. રોઝરી સ્કૂલ પાસેથી ધરપકડ કરવામાં આવેલી ત્રિપુટી પાસેથી રૂપિયા 27,180ની કિંમતના 960 ઇન્જેક્શનો, રૂપિયા 18000 રોકડા, બે મોબાઇલ ફોન, ઓટો રિક્સા અને હોન્ડા કાર સહિત રૂપિયા 8,10,187નો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરવામાં આવી છે. એસ.ઓ.જી. દ્વારા નશીલા ઇન્જેક્શનોના ચાલી રહેલા નેટવર્કનો પર્દાફાશ કરતા નશાયુક્ત ઇન્જેક્શનોનો વેપલો કરતા અને નશો કરતા યુવાનોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. ઝડપાયેલી ત્રિપુટીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.