વડોદરા: MSUની ફાઈન આર્ટસ ફેકલ્ટીના વિઝીટીંગ પ્રોફેસરનો મૃતદેહ મળ્યો
04, સપ્ટેમ્બર 2020

વડોદરા-

એમ.એસ.યુનિ.ની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં વિઝીટીંગ પ્રોફેસર તરીકે લેકચર આપતા અનિલભાઈ વોરોનો મૃતદેહ મળી આવ્યો છે. રહસ્યમય સંજાેગોમાં તેમના બંગલામાંથી મૃત હાલતમાં મળી આવતા તર્કર્વિતકોના વમળો સર્જાયા હતા. આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અને કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. શહેરના કલાલી વિસ્તારમાં આવેલ ઓકટેવ ફ્લેટ વેદાંત સોસાયટીમાં રહેતા અનિશભાઇ યશપાલભાઇ વોરા ( પંજાબ ) ઉ.વ. ૫૫ એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં વિઝિટીંગ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓને પત્ની સાથે અણબનાવને કારણે એકલા રહેતા હતા. તેમના એક મોટા પુત્રનું પણ કોઇ કારણોસર અવસાન થયું હતું.

આજે સવારે એકલવાયુ જીવન જીવતા વિઝીટીંગ પ્રોફેસર અનિશભાઇ વોરાનો મૃતદેહ રહસ્યમય સંજાેગોમાં તેમના નિવાસ સ્થાનેથી મળી આવ્યો હતો. આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ કીશનભાઇ નાઓ બનાવ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે તેમના પત્ની આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution