વલસાડ-

વલસાડ રૂરલ પોલીસે વેલવાચ વાઘડરડા ફળીયા નજીક મારુતિ વેનમાં લાઇ જવાતા ખેરના 16,750ની કિંમતના લાકડા સાથે મારુતિ વેન ચાલકની અટક કરી છે. તેમજ વધુ તપાસ માટે મુદ્દામાલ જંગલ વિભાગને સોંપવામાં આવ્યો છે. રુરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી.એક મારૂતી વેનમાં ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ભરી એક ઇસમ કોસમકુવા તરફ જનાર હોવાની બાતમી આધારે ખાનગી વાહનથી આડાશ કરી વાહન થોભાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. કારચાલક ગૌરાંગકુમાર જીવણભાઇ ગાવીત ઉ.વ .૨૬ રહે ગામ ટાંકીની કારમાં તપાસ કરતાં 9 નંગ ખેરના લાકડા 335 કિલોગ્રામ વજનનાં ખેરના લાકડા પાસ પરમીટ વગરનાં મળી આવ્યા હતાં. જે ખેરના લાકડાની કુલ કિંમત 16,750 હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પોલીસે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 1 લાખ 18 હજાર 500 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. વલસાડ રૂરલ પોલીસે વેલવાચ વાઘડરડા ફળીયા નજીક મારુતિ વેનમાં લાઇ જવાતા ખેરના 16,750ની કિંમતના લાકડા સાથે મારુતિ વેન ચાલકની અટક કરી છે. તેમજ વધુ તપાસ માટે મુદ્દામાલ જંગલ વિભાગને સોંપવામાં આવ્યો છે.