જયપુર-

રાજસ્થાનના રાજકરણમાં દિન પ્રતિદિન નવા નવા પાત્રોનો ઉમેરો થઇ રહ્યો છે. અને પાત્રો ઉમેરાતા રાજકિય યુધ્ધની દિશા બદલાય છે. આ યુધ્ધમાં એક નવા પાત્રનો ઉમેરો થયો છે.રાજસ્થાના પુર્વ મુખ્યમંત્રી વસુધંરા રાજે હવે આ યુધ્ધમાં ઝંપલાવ્યું છે. 

વસુંધરા રાજેએ ટ્વીટ કર્યું છે કે કોંગ્રેસ, ભાજપ અને ભાજપ નેતૃત્વને દોષી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે સરકાર માટે ફક્ત અને માત્ર જાહેર હિત સર્વોચ્ચ હોવું જોઈએ.

ક્ષેત્રના મામલે દેશના સૌથી મોટા રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટ અને ગેહલોતની સરકારમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને પાયલોટ વચ્ચે શરૂ થયેલી સત્તા સંઘર્ષમાં ઓડિઓ-ટેપ કૌભાંડ બાદ વિપક્ષ ભારતીય જનતા પાર્ટી  નામ પણ આવ્યું છે. ત્યાર પછી ભાજર-કોંગ્રેસ આરોપ-પ્રત્યારોપનો દોર શરુ થયો છે.તેમાં આજે પુર્વ મુખ્યમંત્રીનુ ટ્વીટ આવતા રાજકિય પાછી ગરમાઇ છે.