24, એપ્રીલ 2025
વડોદરા |
ચાર હેરિટેજ સ્થળની ૧૨.૮૮ લાખ પર્યટકે મુલાકાત લીધી
વૈશ્વિક કક્ષાએ યુનેસ્કો દ્વારા અલગ-અલગ દેશમાં વિવિધ વિષય વસ્તુ આધારિત જાહેર કરાયેલા વર્લ્ડ હેરિટેજ સાઈટ દેશ-વિદેશના પ્રવાસીઓ-સંશોધકો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. કોઈ સમાજ-સ્થળ વિશેષની ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવી ચિરકાલીન સાંસ્કૃતિક વિશેષતા એટલે ‘હેરિટેજ’, ટૂંકમાં જે તે સમુદાયની વિરાસત એટલે હેરિટેજ. ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ ચાર હેરિટેજ સાઈટની મુલાકાત લીધી હતી. જેમાં સૌથી વધુ ૭.૧૫ લાખથી વધુએ હેરિટેજ સિટી અમદાવાદ જ્યારે ૩.૬૪ લાખથી વધુએ રાણીકી વાવ-પાટણ ઉપરાંત ૧.૬૦ લાખથી વધુએ ધોળાવીરા અને ૪૭ હજારથી વધુએ વડોદરા નજીક આવેલા પાવાગઢના ચાંપાનેરની મુલાકાત કરી હતી.
રાજ્યના ૧૮ હેરિટેજ જેવા સ્થળની ૩૬.૯૫ લાખ પર્યટકે મુલાકાત લીધી
ગુજરાતમાં ચાર વૈશ્વિક હેરિટેજ સહિત વિવિધ ૧૮ હેરિટેજ પ્રકારના સ્થળો આવેલા છે. જેની વર્ષ ૨૦૨૪માં ૩૬.૯૫ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેનાથી ગુજરાતમાં સ્થાનિક રોજગારીની સાથે સમગ્ર અર્થવ્યવસ્થાને ખૂબ મોટું બળ મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેરિટેજ ડે-૨૦૨૫ નિમિતે આ વર્ષે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ોન મોનામેન્ટસ્ એન્ડ ટાઇટ્સ દ્વારા “આફતો અને સંઘર્ષોથી હેરિટેજ પર જાેખમ: તૈયારીઓ અને આઇસીઓએમઓએસની ૬૦ વર્ષોની કામગીરીમાંથી મળતી શીખની થીમ જાહેર કરાઇ હતી. આ થીમનો ઉદ્દેશ્ય કુદરતી આફતો અને સંઘર્ષોના કારણે હેરિટેજ સાઇટ્સ પર વધતા જાેખમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ
- ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ સાઈટ’નો દરજ્જાે
- ‘રાણીકી વાવ’ પાટણને ઉત્તમ જળ વ્યવસ્થાપન-કલા માટે વૈશ્વિક વારસામાં સ્થાન
- અમદાવાદને યુનેસ્કો દ્વારા ભારતની પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નું સન્માન
- કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વિરાસતનું સ્થળ-ધોળાવીરા