દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનિજ ખાસ કરી મોરમની બેફામ ચોરીની અવાર નવાર ફરીયાદો ઉઠે છે.જાેકે,તંત્ર સુશુપ્ત હોવાના આક્રોશ સાથે સંબંધિત ગામોના લોકો ત્રણેક વખત મોરમ ચોરી પણ પકડાઇ હોવાનુ સામે આવી ચુકયુ છે.ત્યારે કુવાડીયા પાટીયા પાસે આજુબાજુના ગામલોકોએ ખાનગી કંપનીના ચાર ટ્રક રોકાવ્યા હતા અને ખાણ ખનિજ વિભાગને જાણ કરતા તંત્રએ તેનુ સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેફામ ખનીજ ચોરીવાળી મોરમ વપરાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.કોઈ અધિકારી કે તંત્ર ધ્યાન ન દેતા આખરે જનહિતમાં જુદા જુદા વિસ્તારમાં આજુબાજુના રહેવાસી દ્વારા અત્યાર સુધીમાં ત્રણેક વખત મોરમ ચોરી પકડાઈ હોવાનુ પણ સામે આવ્યું છે.નવાઈની વાત તો એ છે કે, દ્વારકા જિલ્લામાં મોરમ ચોરીમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગણાતું ખાણ ખનીજ ખાતાના જે જવાબદાર અધિકારીઓ દ્વારા શુ આંખ આડા કાન કરી લેવામાં આવે છે ? કે પછી કોઈની શેહ શરમ રાખી હેમખેમ પ્રકારે ખનિજચોરી પકડવામાં ઢીલાશ દાખવવામાં આવી રહ્યું છે ?તે સવાલ લોકોમાં ઉઠયો છે. જિલ્લામાં રોડ રસ્તાના કામમાં બેફામ ખનીજ ચોરી થતા હોવાની અનેકવાર રજૂઆતો પણ થઈ છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા એકાદ માસમાં બેથી ત્રણ વખત જનતા રેડ કરી લોકો દ્વારા ગેરકાયદેસર વપરાતી મોરમને પકડીને ખનીજ ખાતાને સોંપવામાં આવી છે. આમ જાણે દ્વારકા જિલ્લામાં રોડ રસ્તાના કામમાં ધોળે દિવસે બેફામ મોરમ ચોરી કરીને વાપરવામાં આવતી હોવાનું સ્પષ્ટ પણે ચિત્ર મળી રહ્યું છે. છતાં પણ સરકારી તંત્ર એક બીજા ઉપર જવાબદારી ફેંકી હાથ ખખેરી ઉભા રહી તાલ માલને તાસીરો જાેતા હોય એવું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામ પાસે સ્થાનિક લોકો દ્વારા ખનિજ મોરમ સાથે ચાર ટ્રકોને રોકાવ્યા હતા અને ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી.