લુણાવાડા, ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ને સ્કૂલમાં બોલાવી ભણતર આપવામાં આવે છે તેવી બાતમી ના આધારે તાપસ થતા આખો મામલો સામે આવ્યો છે કે છેલ્લા એક મહિના થી આદર્શ સ્કૂલ દ્વારા બાળકો ને સ્કૂલ માં બોલાવવામાં આવતા હતા અને બાળકો ને પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કરાવવા માં આવતું હતું હજી તો જયારે સરકાર અને વૈજ્ઞાનિકો કોરોનાની ત્રીજી લહેર ને લઇ સંભવિત મહામારી માં કેવી રીતે બાળકો ને બચાવવા તેની તજવીજ માં લાગ્યા હોઈ ત્યારે કોઈ શાળા ના આવા જવાબદારી વિહીન કર્યો ને જાેતા તો એમ જ લાગે છે કે આવા લોકો કોરોનાની ત્રીજી લહેર લાવી ને જ જંપશે. શિક્ષણ અધિકારી સહિત સ્ટાફે બાતમીના આધારે સ્કૂલ માં રેડ કરી તો લુણાવાડા ની આદર્શ સ્કૂલ માં અભ્યાસ કરતા બાળકો ને શિક્ષક અભ્યાસ કરાવતા ઝડપાયા અને શાળા માં બાળકો ને બોલાવવાનો સિલસિલો તો છેક મહિના થી ચાલુ જ છે તેવું બહાર આવ્યું છે ત્યારે લાગે છે કે કોરોના ની ત્રીજી લહેર માં બાળકો ને જાેખમ હોવા છતાં સ્કૂલ સંચાલક ભાન ભૂલ્યા છે.