10, મે 2022
અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોકટર દ્વારા દર્દીઓ સાથે અભદ્ર વર્તન કરવાનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહયો છે. જેમાં ટ્રોમાં સેન્ટરમાં દર્દીઓને સુવિધા અને મેડિકલ સારવાર આપવાની જગ્યા પર મહિલા ડોકટર દર્દીના સગા સાથે ઉગ્ર બોલાચાલી કરી રહી છે. આ ઘટના ની જાણ ધારાસભ્ય જ્ઞાસુદ્દીન શેખ ને થતા તેમને આ બાબતે પગલાં લેવા માટે સુપ્રીટેન્ડનટ ને વિનંતી કરી છે અને કહ્યું છે કે જે રીતે સુ શિક્ષિત ડોકટર દર્દીઓને સારવાર આપવાની જગ્યા પર આવી રીતે વર્તન કરવું કેટલું યોગ્ય ગણાય દર્દીઓના સગા જ્યારે ડોકટર સાથે દુવ્યવવહાર કરે છે તો પોલીસ ફરિયાદ લેવામાં આવે છે અને ડોકટર દુર્વ્યવહાર કરે તો સ્થાનિક ડોકટર અને અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ડોકટર પોતાની ફરજ ભૂલીને આમ દર્દી સાથે ખરાબ વ્યવહાર કરે તો સારવાર કેવી રીતે કરશે તેવા અનેક સવાલો પણ તેમને ઉઠાવ્યા છે.