રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી માટે આજે મતદાનઃ કુલ ૨૦૩૨ મતદારો
05, ઓક્ટોબર 2021

ગોંડલ રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી માટેનું આવતીકાલે મતદાન છે. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી પર બિનહરિફ કરાવવા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને કમાન સોંપવામાં આવી હતી. પરંતુ સફળતા ન મળતા કાલે મતદાન છે. આ યાર્ડમાં ૧૪ બેઠક પર ૩૨ ઉમેગવાર ઉભા રહ્યા છે. અને ૨૦૩૨ મતદારો કાલે મતદાન કરશે. ભારતીય જનતા પાર્ટીનું શાસન ગોંડલ માર્કેટ યાર્ડમાં યથાવત રહેશે તેવું જાણવા મળ્યું છે. કારણ કે, વેપારી વિભાગની ૪ અને ખરીદ વેચાણ સંઘની ૨ બેઠક બિનહરિફ બિનહરીફ થઈ છે. ખેડૂત વિભાગમાં કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી ભાલોડી અશ્વિન ત્રીકમભાઈએ ફોર્મ પાછું ખેંચતા ૧૬માંથી નગરપાલિકાના સદસ્ય સાથે ૯ બેઠક ભાજપને મળતા શાસન આવનારા પાંચ વર્ષ માટે યથાવત રહેશે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીરામાણી અને શહેર ભાજપ પ્રમુખ ચંદુ દુધાત્રાની મેહનતથી બેઠકો બિનહરિફ થઈ છે. ગોંડલ ભાજપનો ગઢ છે. તેમાંય મુખ્ય ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં ખેડૂત વિભાગમાંથી ગોપાલભાઈ શિંગાળા, અલ્પેશભાઈ ઢોલરીયા, જગદીશભાઈ સાટોડિયા, કુરજીભાઈ ભાલાળા, કચરાભાઈ વૈષ્ણવ, ધીરજલાલ સોરઠીયા, વલ્લભ ડોબરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગજીભાઈ પાંચાણી, મનીષ ગોળ, સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાંથી મગન ઘોણીયા, પ્રફુલભાઈ ટોળીયા અને વેપારી વિભાગમાંથી જીતેન્દ્રભાઈ જીવાણી, રસિકભાઈ પટોળીયા, હરેશભાઈ વડોદરિયા તેમજ રમેશભાઈ લાલચેતા મળી ૧૬ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution