વડોદરા, તા.૪

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભિંતચિત્ર વિવાદ સમાધાનની વાતોની વચ્ચે વડતાલાના સ્વામીએ ઉશ્કેરીજનક નિવેદ આપતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે. વિવાદ વધુ ન વર્કે અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહેત તે આગમચેતીના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા વડતાલા તાબા હેઠળ આવેલા વાડી અને કલાલી સ્વામિનારાયણ મંદિરો પોલીસ છાવણીમાં ફેરવાયા છે. વાડી અને કલાલી સ્વામિનારાયણ મંદિરોના સાંધુ સતો અને વ્યવસ્થાપકો પણ સતત પોલીસના સંપર્કમાં છે.

સાળંગપુર મંદિરમાં હનુમાન જયંતી પર્વની પૂર્વે સંધ્યાએ સાળંગપુર કા રાજા (હનુમાનજી મહારાજ)ની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિની નીચે પથ્થરના કોતરણવાળી અલગ અલગ આકૃતિ છે. જેમાં શ્રીરામ ભક્ત હનુમાનજી મહારાજને ઉત્તર પ્રદેશના છાપૈયા ગામના ઘનશ્યામ પંડયા ઉર્ફે સહજાનંદ સ્વામી ઉર્ફે નિલકંઠ વર્ણીના હાથ જાેડીને દાસ તરીકે દર્શાવી સનાતન હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાવવામાં આવી છે. જેની તસ્વીરો- વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા સાળંગપુરમાં વહીવટકર્તા સ્વામીઓ પ્રત્યે રોષ ફેલાયો હતો.

સાળંગપુરના પ્રતિમાના વિવાદના પગલે શહેર-જીલ્લામાો કોઇ અનિચ્છીનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે યોગ્ય તકેદારીના તમામ પગલા લેવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલા એવા સંવેદનસીલ વિસ્તારમાં વાડીમા વાડી તાબા હેઠળ ચાલતા સ્વામીનારાયણ મંદિરમાં પણ એક પીસીઆર વાન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, તેમજ ૨૪ કલાક ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જયારે બીજી બાજુ માંજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ કલાલી મંદિરમાં પણ ૨૪ કલાક પોલીસની એક પીસીઆર વાન તેમજ મંદિરાના વ્યવસ્થાપકો સતત પોલીસના સંપર્કમાં છે.

કલાલીના વ્યવસ્થાપકો તેમજ સાધુ-સંતો પોલીસના સતત સંપર્કમાં છે

વડતલા તાબા હેઠળ શહેરના માંજલપુર કલાલી ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ-સંતો તેમજ મંદિરના વ્યવસ્થાપકો સતત પોલીસના સંપર્કમાં છે. પોલીસ દ્વારા મંદિરના પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસની પીસીઆર વાન સ્ટેન્ડ બાય તેમજ ફુટ પેટ્રોલિંગ રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહ્યું છે.

-એ.સી.પી એફ. ડિવિઝન, પ્રણવ કટારીયા