શૂટિંગ દરમ્યાન વહીદા રહેમાને બિગ-બીને થપ્પડ મારી હતી
03, જુન 2020

અમિતાભ બચ્ચને તેમની પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. શરૂઆતની અભિનેત્રીઓની સાથે, તેણે ૯૦ ના દાયકાની બધી મોટી અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. આજે પણ બિગ બી નવા કલાકારો સાથે કામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુલાબો સીતાબો આગામી કેટલાક દિવસોમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આટલા વર્ષોમાં અમિતાભ બચ્ચન પાસે ફિલ્મના સેટ પરથી પર્સનલ રિલેશનને લઈને યાદ કરવા માટે હજારો કિસ્સાઓ છે. આવો જ એક કિસ્સો લેજેન્ડ લેડી વહિદા રહેમાન સાથે સંકળાયેલ છે.

વહિદા રેહમાને એકવાર ખુલાસો કર્યો હતો કે તેમણે બિગ બીને થપ્પડ મારી હતી. આ સ્ટોરી ૧૯૭૧માં આવેલી ફિલ્મ રેશમા અને શેરાના શૂટિંગ દરમિયાનની છે. હકીકતમાં ફિલ્મમાં એક સીન હતો જેમાં વહિદા રહેમાને બિગ બીને થપ્પડ મારી હતી.પરંતુ તેમણે તેમને થપ્પડ માર્યો હતો, જે અમિતાભ બચ્ચનને ઘણી વાસ્તવિકતા જેવું લાગ્યું. વહિદા રહેમાને ટીવીના લોકપ્રિય કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં આ વિશે જણાવ્યું હતું. 

આપને જણાવી દઈએ કે આ ફિલ્મનું દિગ્દર્શન સંજય દત્તના પિતા એટલે કે સુનીલ દત્ત દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક ક્રાઇમ ડ્રામા ફિલ્મ હતી. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution