યુદ્ધ જેવી સ્થિતિ: પાક.ની ઍર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત
08, મે 2025


નવી દિલ્હી, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ દિવસે દિવસે વધી રહ્યો છે. પહેલગામમાં આંતકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી વળતો જવાબ આપ્યો છે. ત્યારે આજે સવારે ગુજરાતના કચ્છના સરહદીય વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના બની હતી. આજે વહેલી સવારે કચ્છના સરહદીય વિસ્તારમાં ખાવડા પંથકમાં શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાતાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ અને આર્મીને જાણ થતાં ડ્રોનની તપાસ હાથ ધરી છે.

માહિતી અનુસાર ઘટના ખાવડા સરહદી વિસ્તારમાં સવારે ૬ વાગ્યે બની હતી. પોલીસ અને વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે. ત્યારે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. ડ્રોન સરહદ પારથી આવ્યું છે કે, નહીં તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. સુરક્ષા એજન્સીઓએ સતર્કતા વધારી દીધી છે અને સરહદ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીએસએફ, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સરહદ નજીકના સંવેદનશીલ ગામોમાં તહેનાત કરાઇ છે.

ભૂજ એરપોર્ટ પણ બંધ કરાયું છે. મહત્વના રસ્તાઓ પર ચેકપોસ્ટ ઊભી કરીને વાહનોનું ચેકિંગ કરાઇ રહ્યું છે. કચ્છના સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારાઇ છે. તપાસ એજન્સીઓ ડ્રોનની ટેકનોલોજી અને તેના ઉદ્ગમ સ્થાનનો પત્તો લગાવવા માટે પ્રયાસ કરી રહી છે. આ ઘટના પાછળ કોઈ આતંકવાદી કાવતરાનો હાથ છે કે કેમ તેની પણ તપાસ કરાઇ રહી છે. આ ઘટનાથી સરહદ પરનો તણાવ વધી શકે છે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.

પંજાબના વિસ્તારોમાં ગભરાટ, લોકોએ ઘર છોડ્યાં

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. તેની અસર સરહદી રાજ્યો પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જાેવા મળી રહી છે. ઘણા લોકોને પોતાના ઘર છોડવા પડી રહ્યા છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હવાઈ મુસાફરી બંધ કરી દેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પંજાબના ફિરોઝપુર જિલ્લાના ઘણા ગામોના લોકો ડરના માર્યા પોતાના ઘર છોડી રહ્યા છે. જેમાં હજારા સિંહ વાલા, ગટ્ટી રાજાે કે, તેંદીવાલા અને ટપુ જેવા ગામોનો સમાવેશ થાય છે.

મોડી સાંજ ે જમ્મુમાં પાક.નો સુસાઈડ ડ્રૉનથી હુમલો

 ગુરુવારે રાત્રે ૮ વાગ્યે જમ્મુમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. ઘણા ડ્રોન જાેવા મળ્યા છે. આરએસપુરામાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘણી જગ્યાએ વિસ્ફોટોના અવાજાે સંભળાયા હતા. સરહદી રાજ્યો પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને રાજસ્થાન હાઈ એલર્ટ પર છે. પંજાબના ગુરદાસપુર, રાજસ્થાનના બાડમેર, જેસલમેર અને જાેધપુરમાં દરરોજ રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે. આ શહેરો માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. બિકાનેરના શ્રી ગંગાનગરમાં, વહીવટીતંત્ર આગામી આદેશ સુધી ડ્રોન ઉડાવવા અને આતશબાજી પર પ્રતિબંધ મૂકશે.

પંજાબના વિસ્તારોમાં ગભરાટ, લોકોએ ઘર છોડ્યાં

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. તેની અસર સરહદી રાજ્યો પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જાેવા મળી રહી છે. ઘણા લોકોને પોતાના ઘર છોડવા પડી રહ્યા છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હવાઈ મુસાફરી બંધ કરી દેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પંજાબના ફિરોઝપુર જિલ્લાના ઘણા ગામોના લોકો ડરના માર્યા પોતાના ઘર છોડી રહ્યા છે. જેમાં હજારા સિંહ વાલા, ગટ્ટી રાજાે કે, તેંદીવાલા અને ટપુ જેવા ગામોનો સમાવેશ થાય છે.

ભૂજથી લઈ પઠાણકોટ પર પાક.નો હુમલો : ‘સુદર્શન’ ઢાલ બન્યું

ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તન રઘવાયું થયું છે. પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા,ચંદીગઢ, ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક સૈન્ય ઠેકાણા પર હુમલાની કોશિશ કરી હતી. જાેકે ભારતીય સેનાએ હુમલાને યુએએસ ગ્રિડ અને એર ડિફેન્સ સિસ્ટમથી નિષ્ફળ બનાવ્યો હતો. હુમલા બાદ મળી આવેલો કાટમાળ પાકિસ્તાનના હુમલાની પુષ્ટિ થઇ છે.

હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં શાળાઓ બંધ કરાઇ

હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં હાઇ એલર્ટ છે. રાજ્યના સરહદી વિસ્તારોમાં શાળાઓ બંધ કરવા આદેશ અપાયો છે. પોલીસ, વહીવટી અને આરોગ્ય વિભાગના અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. ખાસ કરીને પંજાબમાં પોલીસની રજાઓ રદ કરાઇ છે, તેમજ ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, અમૃતસર, ગુરદાસપુર અને તરનતારન જિલ્લામાં શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરાઇ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ

કરાઇ છે. તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલોને ૨૫ ટકા પથારી ઇમર્જન્સી માટે અનામત રાખવાનો નિર્દેશ અપાય છે. હિસાર એરપોર્ટ પર પ્રવેશ સંપૂર્ણપણે બંધ કરાયો છે. રાજસ્થાનમાં શ્રીગંગાનગર, બિકાનેર, જેસલમેર અને બાડમેર જિલ્લામાં સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરાઇ છે. તમામ પોલીસકર્મીઓની તમામ રજાઓ રદ કરવા અને સરહદ સુરક્ષા વધારવાના નિર્દેશો આપ્યા છે.

પાકિસ્તાન દ્વારા પૂંછમાં ગુરુદ્વારા પર હુમલો

પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ગુરુદ્વારા પર હુમલો કર્યો છે. આ અંગે દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું હતું કે, ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા પૂંછ પર પાકિસ્તાન દ્વારા કરાયેલા મિસાઈલ હુમલાની હું સખત નિંદા કરું છું. પાકિસ્તાન એટલું કાયર છેકે, તે આપણા નાગરિકો પર હુમલો કરી રહ્યું છે. જ્યારે મેં ગુરુદ્વારાના

વડા સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું હતું કે, તે બધા આ હુમલાનો બદલો લેવા માટે ઉત્સુક છે. હું પાકિસ્તાનના દુષ્ટોને કહેવા માંગુ છું કે મારી ભારત સરકાર આ દુષ્ટ કૃત્યનો બદલો લેશે. જમ્મુમાં નાગરિકો અને

ગુરુદ્વારાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ બદમાશો છે. આજે સવારે ૭ વાગ્યે, ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યો અને પાકિસ્તાની સેના દ્વારા નિર્દોષ શીખોની હત્યા કરવામાં આવી રહી છે. પરંતુ ત્યાં ૨૫ હજાર શીખ છે જે પાકિસ્તાન સામે મજબૂતીથી ઉભા છે.

લાહોરમાં અમેરિકન નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્દેશ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે નિર્દેશ જાહેર કર્યા છે. અમેરિકાએ લાહોરમાં અને તેની નજીક ડ્રોન સહિતના સંભવિત હુમલાના કારણે લાહોર સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલે નિર્દેશ જારી કર્યા છે. નિર્દેશ મુજબ, લાહોરમાં અમેરિકન કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ લાદવા સાથે ત્યાં રહેતા લોકોને પણ સુરક્ષીત સ્થળે જતાં રહેવા આદેશ કરાયો છે. કોન્સ્યુલેટને પ્રારંભિક માહિતી મળી છે કે, લાહોરના મુખ્ય ઍરપોર્ટ પાસેના કેટલાક વિસ્તારો ખાલી કરાવાઇ રહ્યા છે, તેથી અમેરિકન નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે નીકળી જવાનો આદેશ અપાયો છે. જાે તેઓ ઘર્ષણવાળા સ્થળો પર સુરક્ષિત ન હોય તો તેમણે અન્ય સ્થળે ખસી જવા કહેવાયું છે. તેમજ પાકિસ્તાન સ્થિત અમેરિકન એમ્બેસીએ પાકિસ્તાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને ઍલર્ટ રહેવા તેમજ સુરક્ષિત સ્થળે જતાં રહેવાની સલાહ આપી છે.

ગુજરાત સહિત ૮ રાજ્યના ૨૮ ઍરપોર્ટ ૯ મે સુધી બંધ કરાયાં

ગુજરાત સહિત ૮ રાજ્યના ૨૮ ઍરપોર્ટ ૯ મે સુધી બંધ કરાયાં

પાકિસ્તાન પર હવાઈ હુમલા બાદ તણાવ વચ્ચે કેન્દ્રએ ૯ મે સુધી ૮ રાજ્યનાં ૨૮ એરપોર્ટ બંધ કર્યા છે. જેમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. દિલ્હી એરપોર્ટ પરથી પણ ૧૩૫ ફ્લાઈટ રદ કરાઈ છે. મુખ્ય એરપોર્ટમાં શ્રીનગર, જમ્મુ, લેહ, ચંડીગઢ, જાેધપુર, રાજકોટ, ધર્મશાલા, અમૃતસર, ભુજ અને જામનગરનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર એરપોર્ટ અને ઉત્તરપ્રદેશના હિંડોન એરપોર્ટ પર પણ કામગીરી બંધ છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ, સ્પાઇસજેટ, અકાસા એર અને કેટલીક વિદેશી એરલાઇન્સે આજે લગભગ ૪૩૦ ફ્લાઇટ્સ રદ કરી છે. એવી જ રીતે પાકિસ્તાનમાં લગભગ ૧૪૭ ફ્લાઇટ્સ રદ કરાઇ છે.

એલએમએસ ડ્રોન: આતંકીઓને ઊંઘતા જ ફૂંકી મારનાર અમોઘ શસ્ત્ર

ભારત દ્વારા છઠ્ઠી મેના રોજ પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા આતંકી ઠેકાણાઓ ઉપર જે મિસાઈલ સ્ટ્રાઈક કરાઇ તેની ચારે તરફ ચર્ચા છે. ભારતે આતંકવાદીઓ અને તેમના લોન્ચપેડને ટાર્ગેટ કરીને ધ્વસ્ત કરી શકે તેવી વિશેષ મિસાઈલ્સ અને વેપન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. જાણકારોના મતે ભારતે પ્રેસિજન સ્ટ્રાઈક વેપન સિસ્ટમનો ઉપયોગ કર્યાે હતો.

આ એવી વોરહેડ સિસ્ટમ છે જે ટાર્ગેટ જગ્યાને જ નિશાન બનાવે છે. આ સિસ્ટમનો ફાયદો એ છેકે, ટાર્ગેટ સિવાય મિનિમમ કોલેટરલ ડેમેજ થાય છે. એડવાન્સ જીપીએસ, આઈએનએસ અને લોન્ગ ડિસ્ટન્સ ટાર્ગેટ હિટ કરવા માટે તેનો ઉપયોગ કરાય છે. સિસ્ટમમાં ટાર્ગેટથી થોડા મીટર દૂર રહેવા દરમિયાન જીપીએસ અને લેસર અથવા તો ઇન્ફ્રારેડ રડાર દ્વારા ગાઈડેન્સ લેવાય છે જે અચૂક નિશાન સાધી શકે છે.

જમ્મુ ક્ષેત્રમાં ૭૨ કલાકનું એલર્ટ, ગામડાઓ ખાલી કરાવાયાં

સરહદ પારથી થઈ રહેલા ગોળીબારને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરની સરહદે આવેલા જિલ્લાઓમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. શાળાઓ અને કોલેજાે પણ બંધ કરી દેવાયા છે. સરહદને અડીને આવેલા ગામડાઓને ખાલી કરાવાઇ રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના સાંબા અને કઠુઆ જિલ્લા ઉપરાંત જમ્મુ જિલ્લાના આરએસપુરા વિસ્તારમાં આગામી ૭૨ કલાક માટે એલર્ટ જારી કરાયું છે. આ ચેતવણી હેઠળ સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને શક્ય તેટલી વહેલી તકે ગામડાઓ ખાલી કરવા કહેવામાં આવ્યું છે. બુધવારે મોડી રાત સુધી સરહદી વિસ્તારોના ગામડાઓ ખાલી કરાવવાનું ચાલુ રહ્યું. સાવચેતીના પગલા તરીકે, અહીં શાળાઓ, કોલેજાે અને તમામ પ્રકારની સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાની સેનાની હતાશાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છેકે તે હવે ભારતમાં નાગરિકો અને ઘરો પર બંદૂકો અને તોપના ગોળાથી હુમલો કરી રહી છે. ૭ અને ૮ મેની રાત્રે પાકિસ્તાની સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના, જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારની તેની ચોકીઓ પરથી નાના હથિયારો અને તોપખાનાનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો. પાકિસ્તાનની આ કાર્યવાહીનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution