વાઘોડિયા, વડોદરા વાઘોડીયા રોડ પર આવેલ વલ્લભજીન પાસેના મેઈન રોડ પર આરોના પાણીની પાઈપ લાઈનમા ભંગાણ સર્જાતા, છેલ્લા ૧૫ દિવસથી શુઘ્ઘ પાણી વરસાદિ કાષોમા વહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. છતાં પાણી પુરવઠા વિભાગના અઘિકારીઓ અજાણ હોવાનો દાવો કરે છે. ‘ જલ સે નલ તક’ યોજના અંતર્ગત વાઘોડીયા તાલુકામાં પીવાનું શુધ્ધ પાણી ગ્રામીણ લોકો સુધી પહોંચે તે માટે લાખોના ખર્ચે ફિલ્ટર કરી પાણી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો માં પહોચાડવામાં આવતો પ્રોજેક્ટ ૯૦% સુઘી પુર્ણ થયેલ છે. આ આ.રો.ની પાઈપ લાઈન મારફતે વાઘોડિયા અને ફલોડ સુઘીના ગામોમા પિવાનુ ફિલ્ટરવાડુ પાણી પહોંચાડવામા આવનાર હતુ.  

આના વાઘોડીયા ટાઉન તેમજ ફલોડ સુધી ના ગામોને પીવાનું પાણી નથી પહોચતું તેવી ફરિયાદો અનેકવાર પાણી પુરવઠાના અઘિકારીઓને ફલોડ ગામનાં સરપંચ જાકીર ભાઈ મન્સુરીએ કરવા છતાં આજદિન સુધી તેવોની ફરીયાદ કાને ઘરાઈ નથી . ફલોડ ગામમાં પાંચ વર્ષ પહેલાં આશરે ૧૬ લાખના ખર્ચે સંપ તેમજ પાણીની ટાંકી બનાવવામાં આવી છે છતાં આજદિન સુધી પાણીનું ટીપું પણ નથી મળ્યું . આવાતો અનેક ગામોમા પાણી ની લાઈન લિકેજ અને ભંગાણ ના કારણે પહોંચી શક્યુ નથી. અને શુધ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.