દાહોદ, આકરા ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે દાહોદ જિલ્લામાં નદી-નાળા સુકાઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારોની જનતાને પીવાના પાણી માટે વહેલી સવારે બબ્બે ત્રણ ત્રણ કિલોમીટરની દડમજલ કાપવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સૌને પાણીની સમસ્યા સતાવી રહી છે. તેવા સમયે દાહોદ ખાતે ખરેડીમાં કડાણા સિંચાઈ યોજનાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા આખા દિવસમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયા બાદ પાણીની પાઈપલાઈનનું સમારકામ કરવા માટે સંલગ્ન વિભાગની ટીમો ઉતરી આવી હતી અને પાઇપલાઇનનું સમારકામ કરી પાણી લીકેજ કરતું બંધ કરી દેવાતા પાણીનો વેડફાટ થતો અટકયો હતો. દાહોદ જિલ્લામાં કોઈ પણ મોટી સિંચાઇ યોજના ન હોવાથી જિલ્લાનો ખેડૂત વરસાદ આધારીત ખેતી કરે છે અને ત્યારબાદ ના દિવસોમાં પોતાનું ખોરડું ભગવાન ભરોસે મૂકી પરિવાર સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમા મજૂરી અર્થે નીકળી જાય છે.

જિલ્લાનો ખેડૂત બારેમાસ ખેતી કરી શકે અને પોતાના માદરે વતનમાં જ પોતાના કુટુંબ કબીલા સાથે રહી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા દાહોદ જિલ્લા માટે કડાણા આધારિત સિંચાઈ યોજના તૈયાર કરવામાં આવી છે જેમાં રૂપિયા ૧૦૫૪ કરોડના ખર્ચે કડાણા થી પાઇપલાઇન દ્વારા પાણી લાવી દાહોદ જિલ્લાના સિંચાઈ તળાવોમાં ઠાલવવામાં આવે છે. આ પાઈપલાઈન દાહોદ પાસે આવેલા દાહોદ તાલુકાના ખરેડી ગામ વિસ્તારમાંથી પસાર થાય છે. જે પાઇપલાઇનમાં ગતરોજ વહેલી સવારે પાંચ વાગ્યે લીકેજ થઈ જતા તેના વાલ માંથી કુવારા સાથે પાણી નીકળી રહ્યું હતું. જેના કારણે આસપાસ ના ખેતરો નાના સરોવરમાં ફેરવાઈ ગયા હતા અને રાત્રે પણ જાે પાણી કરવાનું ચાલુ રહેશે તો ઘરોમાં પાણી ભરાઇ જવાની દહેશત ઊભી થતાં આ અંગેની જાણ તાબડતોબ સંલગ્ન તંત્રના અધિકારીઓને કરવામાં આવી હતી અધિકારીઓ સાંજે સમાર કામ માટે આવે તે પહેલા તો સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઇ ગયું હતું કારણકે થોડે થોડે અંતરે પાઇપલાઇનમાં બે જુદી જુદી જગ્યાએ લીકેજ સર્જાયું હોવાનું પણ જાણવા મળ્યું હતું. સાંજે આ પાઇપલાઇનના લીકેજથી સમારકામ હાથ ધરી લીકેજ બંધ કરાતા પાણીનો વેડફાટ થતો હતો. આખો દિવસ પાણી લીકેજ થતા મચ્છરો લિટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો આ જ રીતનું લીકેજ અગાઉ થોડા દિવસ પહેલા પણ દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે સર્જાયું હતું તે વખતે પણ હજારો લીટર પાણી નો વેડફાટ થવા પામ્યો હતો આવામાં આ રીતે પાણીનો હતો વેડફાટ ઘણો મોંઘો પડી રહ્યો છે જેથી આ રીતે પાણીની પાઇપલાઇનમાં ફરીવાર લીકેજ ન સર્જાય તે માટે તકેદારી રાખવી અત્યંત જરૂરી થઈ પડી છે.