અમદાવાદ, શહેરમાં અનેક જગ્યાઓ પર ઉનાળામાં પનાઈની પોકાર આવી રહી છે દૂષિત પાણીની સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે આજે મ્યુનિસિપલ કોર્પોરેશના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ અને અન્ય કોર્પોરેટર દવારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. વિપક્ષમાં હલ્લાબોલ કાર્યક્રમ ને ધ્યાનમાં રાખીને આજે તમામ પદાધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. મેયર પણ પોતાની કેબીન છોડીને અન્ય કાર્યક્રમમાં જતા રહેતા વિપક્ષ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું..વિપક્ષના કાર્યકમને લઈને આજે કોર્પોરેશનમાં ગેટ પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસ બંદોબસ્ત ફાળવી દેવમાં આવ્યો હતો.આજે પાણીના મુદ્દે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અલગ અલગ જગ્યાના કોર્પોરેટર અને વિપક્ષના નેતાની આગેવાનીમાં પાણીની ડોલ લઇને વિરોધ કરવામાં આવ્યો હતો અને પાણીની માગ કરવામાં આવી હતી. મોટીસંખ્યામાં કાર્યકરો ભેગા થઈ જતા મનપાનો મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો જેથી રોડ પર ટ્રાફિકજામ થયો હતો. કાર્યકરોએ ગેટ પર ચડીને માનપમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. જાેકે મનપાના ૩એ ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બાઉનસરો ગોઠવી દીધા હતા કાર્યકરોએ પાણી આપો પાણી આપો ના નારા લગાવ્યા હતા અને ભાજપ ની હાય હાય બોલાવી હતી. કાર્યકરોએ મનપા બહાર ડોલ તોડી ને વિરોધ કર્યો હતો. આજ ના વિરોધને લઈને વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ એ જણાવ્યું હતું કે શહેરની જનતા ના મૂળભૂત અધિકારો જ ભાજપ છીનવી રહી છે. પાણી જનતાની પહેલી જરૂરિયાત છે પરંતુ ૧૦ કલાક પણ પાણી મળતું નથી મનપા અને ભાજપ પાર્ટી ૨૪ કલાક પાણી આપવાના જુઠા વાયદા કરે છે અનેક જગ્યાઓ પર કેમિકલ યુક્ત પાણી આવે છે તેની પણ સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નથી અને કરોડો રૂપિયા કોન્ટ્રાકટર ને આપી અને પોતાના ફાયદા કરે છે. આટલી ગરમીમાં ટેન્કરથી પણી લેવા માટે મજબૂર છે.તો પૂર્વ વિસ્તારમાં પ્રદુષિતપાણી થી રોગચાળો ફેલાય છે અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. આવી અનેક સમસ્યાઓ થી શહેરની જનતા પીડાય છે તો પણ ભાજપના લોકોને તેમની કોઈ પરવાહ નથી