દિલ્હી-

ભારતીય વાયુદળના સૌથી ઘાતક ઍવા 5 યુદ્ધ વિમાન આજે પહેલી વખત દેશની ધરતી પર પહોંચવાના છે યુએઈના અલધાફરા એરબેઝ થી ઉડ્ડયન કર્યા બાદ સીધા હરિયાણાના અંબાલા સ્થિત એરબેઝ પર લેન્ડ કરશે બપોર સુધીમાં વિમાનો પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે પાંચ માંથી પ્રથમ વિમાનનું વાયુદળ ની 17મી ગોલ્ડન એરો સ્ક્વોડ્રન ના કમાન્ડિંગ ઓફિસર અને શૌર્ય ચક્ર વિજેતા ગ્રુપ કેપ્ટન હરકિરતસિંહ લેન્ડ કરાવશે ત્યાર બાદ બાકીના ચાર વિમાન લેન્ડિંગ કરશે, તો આજે વિમાનના સ્વાગત માટે અંબાલાના સ્થાનિક તંત્રની પુરેપુરી તૈયારીઓ છે સાથે સાથે આજે હરિયાણાના અંબાલામાં કલમ ૧૪૪ લગાવવામાં આવી છે.

વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે રાફેલ અંબાલાના એરબેઝ પર આવી રહ્યા છે પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જલ્દીથી તેને વહેલી તકે ચલાવવાની તેમજ અહીંથી બીજુ એક એરબેઝ મોકલવાની પણ યોજના છે. ગ્રુપ કમાન્ડર હરકીરતસિંઘ, રાફેલ માટે બનાવેલા 17 સ્ક્વોડ્રોન 'ગોલ્ડન એરોઝ' ના કમાન્ડિંગ ઓફિસર બનાવવામાં આવ્યા છે. પાઇલટ ટીમમાં તેમની સાથે વિંગ કમાન્ડર એમ કે સિંઘ અને વિંગ કમાન્ડર આર કટારિયા છે. જો રફાલ ભારત આવે ત્યારે અંબાલામાં હવામાન વધુ વણસે, તો રાજસ્થાનનો જોધપુર એરબેઝ તમામ રફેલ વિમાનના ઉતરાણ માટે તૈયાર રાખવામાં આવે છે.