06, એપ્રીલ 2021
અંક્લેશ્વર, ખેડૂત આંદોલન ના પ્રણેતા રાકેશ ટિકૈત ખેડૂતો નું સમર્થન મેળવવા માટે ગુજરાતમાં આવ્યા છે, ત્યારે રોડ માર્ગે બારડોલી જતા અગાઉ અંકલેશ્વર ની વાલિયા ચોકડી ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. કેન્દ્ર સરકાર ના ત્રણ કૃષિકાયદા ઓ ના વિરોધમાં દેશભરના ખેડૂતોનું સમર્થન મેળવવા માટે ખેડૂત નેતા રાકેશ ટિકૈત બે દિવસ ગુજરાત આવ્યા છે. રાજેશ ટિકૈતે દક્ષિણ ગુજરાત ના બારડોલી ખાતે ખેડૂતોને સંબોધિત કરવાના છે, ત્યારે અંકલેશ્વર ખાતે તેઓએ નું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે કોંગ્રેસ અગ્રણીઓ , આમ આદમી પાર્ટી તેમજ ભારતીય ટ્રાયબલ પાર્ટી સહિત ખેડૂત અગ્રણીઓ દ્વારા રાકેશ ટિકૈત નું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર ખાતે રાકેશ ટિકૈતે જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર ના ખેડૂત વિરોધી ત્રણ કૃષિકાયદા જ્યાં સુધી સરકાર દ્વારા પાછા લેવામાં નહિ આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે, અને ગુજરાત ના ખેડૂતોનું પણ તેઓએ સર્થન માંગ્યું હતુ, આ પ્રસંગે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પણ તેઓની સાથે જાેડાયા હતા.