ન્યુયોર્ક-

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના કારમા પરાજય બાદ ઈઝરાયલથી તેમને જૉબની ઓફર મળી છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને જેરુસલેમ કોર્પોરેશને જૉબ ઑફર કરી છે.

જેરુસલેમ કોર્પોરેશને ટ્રમ્પને કહ્યું છે કે, ચિંતા ના કરો, કારણ કે અહી એવી અનેક પોસ્ટ ખાલી છે. જેના માટે અરજી કરવા માટે તેઓ યોગ્ય લાયકાત ધરાવે છે. આ માટે કાયદેસર કોર્પોરેશનના ફેસબુક પેજ પર જૉબ બોર્ડની લિન્ક શેર કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ તમારે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. અમારુ નવું જેરુસલેમ બોર્ડ દરરોજ નવી નોકરીઓ સાથે અપડેટ કરવામાં આવ્યું છે.

આ પ્રકારની પોસ્ટ સામે આવ્યા બાદ વિવાદ વકર્યો હતો. જે બાદ કોર્પોરેશને પોતાના ફેસબુક પેજ પરથી તેને તરત જ હટાવી લીધી છે. જેરુસલેમ પોસ્ટ અખબારે પોતાના એક રિપોર્ટમાં લખ્યું છે કે, આ પોસ્ટને કોર્પોરેશનના ફેસબૂક પેજ પરથી તરત જ હટાવી લેવામાં આવી છે. કોર્પોરેશનના પ્રવક્તાએ કહ્યું કે, આ પોસ્ટ ભૂલથી નાખવામાં આવી હતી. જેને હવે તરત જ હટાવી લેવામાં આવી છે.