ગાંધીનગર-

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ રાજ્યોને ફટાકડાને લઇને મહત્વનો નિર્દેશ કર્યું છે. NGTએ જણાવ્યું છે કે તમામ રાજ્યો કોરોના મહામારીને લઇને હવાનું પ્રદુષણ માપી લે. NGTના આ આદેશને લઇને ગુજરાતના ડે. સીએમ નીતિન પટેલેનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે કહ્યું છે કે રાજ્ય સરકાર ચુકાદાનો અભ્યાસ કરી રહી છે. ગુજરાતમાં ફટાકડા ફોડવાને NGTની નોટિસ મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું છે, જેમાં કહ્યું છે કે રાજ્ય સરકાર ચુકાદાનો અભ્યાસ કરી રહી છે. જે શહેરોમાં પ્રદૂષણ વધારે છે તેના માટે ચુકાદો આશે.

ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ રાજ્યોને ફટાકડાને લઇને મહત્વનો નિર્દેશ જાહેર કર્યો છે. NGTએ જણાવ્યું છે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે NCRમાં આજ રાત્રીથી 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદ્યો છે. જ્યારે દિલ્હી અને રાજસ્થાનમાં અગાથી જ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પ્રદૂષણનો તાગ મેળવવો જરુરી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ પછી ગુજરાતમાં પ્રદૂષણ મામલે ચોક્કસ આંકડા જરુરી છે.