દિલ્હી-

'ડસ્ટબિન' માત્ર કચરો ફેંકવા સિવાય બીજું ક્યા કામમાં આવી શકે છે, પરંતુ જે લોકો નવા વિચારો વિચારતા રહે છે, તેઓ અશક્યને પણ શક્ય કરી નાખે છે. આપણા મગજમાં તો ડસ્ટબિન માત્ર કચરો ફેંકવા માટે જ યાદ આવે છે, પરંતુ એક એન્જિનિયરે તો કમાલ કરી નાખી. આ એન્જિનિયરે ડસ્ટબિનની અંદર મશીન ફીટ કરી દીધી. તેણે ડસ્ટબિનથી એવી મશીન બનાવી દીધી જે, પ્રતિકલાક 40 કિલોમીટર દોડાવી શકાય છે.

Andy Jenningsની ઉંમર 28 વર્ષની છે. તેણે તેના ઘર પર પડેલા વેસ્ટ ડસ્ટબિનની અંદર મોટરબાઈકનું એન્જિન ફિટ કરી દીધું. એટલું જ નહીં આ દોડતા ડસ્ટબિનને કારણે એન્ડીએ વલ્ડ સ્પીડ રેકોર્ડ પણ બનાવી દીધો. અગાઉ વિશ્વના સૌથી ફાસ્ટ ડસ્ટબિનનો રેકોર્ડ પ્રતિકલાક 30 કિલોમીટરનો છે. જોકે એન્ડીએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે પ્રતિકલાક 40 કિલોમીટરથી વધુની સ્પીડ પ્રાપ્ત કરી

વર્લ્ડ રેકોર્ડ કરનાર Andy Jenningsએ જણાવ્યું કે, જે દિવસે તેણે આ રેકોર્ડ બનાવ્યો તે દિવસે હવાનું દબાણ વધું હતું. જોકે આ મુશ્કેલી છતાં તેણે રેકોર્ડ બનાવ્યો. એન્ડીએ કહ્યું કે, તેણે આ રેકોર્ડ તેના દોસ્ત બેનને અર્પણ કર્યો છે. એન્ડીના દોસ્ત બેનનું આ વર્ષે જૂનમાં નિધન થયું હતું.