છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી,સંખેડા,પાવીજેતપુર તાલુકામાં કેળનું વાવેતર ખેડૂતો ઘ્વારા મોટા પ્રમાણમાં કરવામાં આવે છે કેળમાં સારું ઉત્પાદન મળે તે માટે ખેડૂતો ઘ્વારા કેળના ટીસ્યુ ક્લચર રોપાઓ રૂ.૧૪ પ્રતિછોડ ચૂકવીને વાવેતર કરવામાં આવે છે ૮ થી ૧૧ મહિનાના સખત પરિશ્રમ બાદ ખેડૂતોનો આ મહામૂલો પાક ૬૦ થી ૮૦ રૂપિયા પ્રતિછોડ ખર્ચ કરીને ખેડૂત પકવે છે કેળનો પાક તૈયાર થયા બાદ વેપારીઓ ઘ્વારા ભાવ નક્કી કરી તેની ખરીદી કરવામાં આવતી હોય છે. 

 છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીમાં સરકાર ઘ્વારા લોકડાઉન અપાતા કેળના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી હતી ખેડૂત બીજી સીઝનમાં કેળના સારા ભાવ મળશેની લ્હાયમાં મહેનત શરુ કરી ખર્ચ કર્યો હતો હાલ કેળનો પાક તૈયાર થઇ ગયો છે ત્યારે વેપારીઓ ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે કેળના પાકની વેચવાલી ન થવાથી માલનો ભરાવો થયો છે જેથી માલ હાલ ખરીદાય તેમ નથી આમ ખેડૂતોની સ્થિતિ પાતળી થવા પામી છે બઝારમાં છૂટક ૨૦ રૂપિયે પ્રતિ કિલો વેચાતું કેળું હાલ વેપારીઓ ખેડૂત પાસેથી ૫ રૂપિયા પ્રતિ કિલો પણ ખરીદવા તૈયાર નથી કુદરતનો માર વેઠ્‌યાં બાદ ખેડૂતો હાલ દેવાના ડુંગર તળે ધકેલાયા છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે કેળ પકવતા ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે આમ છોટાઉદેપુર જિલ્લામાં કેળના પાકને વેપારીઓ ઘ્વારા ન ખરીદાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.