ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે દેશમાં કોરોના કેસોમાં થઈ રહેલો વધારો ક્યાં લઈ જશે?
01, સપ્ટેમ્બર 2021

દિલ્હી-

 વિશ્વભરમાં વિવિધ કુદરતી ઘટનાઓને લઈને આમ લોકોની પરેશાની વધતી ચાલી છે. વિશ્વના મોટાભાગના દેશો બે વર્ષથી કોરોનાનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશો કોરોના મુક્ત પણ થઈ ગયા છે પરંતુ તે આંગળીને વેઢે ગણાય તેટલા છે. જ્યારે કે અમેરિકા, યુરોપ જેવા દેશોમાં બીજી લહેરે બઘડાટી બોલાવી દીધી છે વિશ્વના નિષ્ણાતોએ અને વૈજ્ઞાનિકોએ ત્રીજી લહેર ત્રાટકવાની ચેતવણી આપતા વિશ્વના દેશોમાં ચિંતા ફરી વળી છે. ભારતમાં કોરોના લગભગ કંટ્રોલમાં આવી ગયો હતો પરંતુ કેરળ અને મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાએ વરવું સ્વરૂપ બતાવ્યું છે. કેરલમા ૩૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે..કર્ણાટક,તમિલનાડુ, મિઝોરમ રાજ્યમાં કેસો વધવા લાગ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૮ થી વધુ મોત થયા છે જેમાં કેરલમાં ૧૫૬, મહારાષ્ટ્રમાં ૧૨૮ ના મૃત્યુ થયા છે.ટુકમા કોરોનાએ હવે પોતાનો પંજાે વધુ ફેલાવ્યો છે.

કેન્દ્ર સરકારે રસીકરણ કરવામાં વધુ ઝડપ વધારવા માટે વિશેષ ધ્યાન આપવા દરેક રાજ્યને જણાવવા સાથે આમ પ્રજાને ચેતવણી આપતા કહ્યું છે કે કોરોના હજુ ગયો નથી, અને દરેકે સાવચેત રહેવાની જરૂર છે. જ્યારે કે તબીબો અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર માસ્કનું પાલન કરવું જરૂરી છે.. તેમાં પણ વેક્સિન લીધેલ હોય તેવી વ્યક્તિઓએ પણ...... જાે કે અનેક રાજયોએ કોરોના કંટ્રોલમા આવતા વ્યાપાર, ઉદ્યોગો, નાના-મોટા ધંધા, રોજગાર સહિતના તમામને મોટા ભાગની છૂટછાટો આપી દીધી છે. તો કેટલાક રાજ્યોમાં રાજકીય કાર્યક્રમો જાેરશોરથી શરૂ થઈ ગયા છે.. જેમાં સંખ્યાની મર્યાદા હોવા છતાં મોટી ભીડ જામતી રહે છે. બીજી તરફ જે તે રાજ્યમાં ધાર્મિક ઉત્સવો-તહેવારો તથા કાર્યક્રમો યોજવા પર સંખ્યા સહિત નિયમોનું પાલન કરવા સાથે મર્યાદાઓ નક્કી કરી તો આપી છે પરંતુ તેમા પણ માનવ ભીડ એકઠી થાય છે અને ત્યાં મોટા ભાગે માસ્કનો છેદ જ ઉડી ગયો હોય છે. જે ગંભીર બાબત બની રહેવાની સંભાવના છે અને આવી લોક ભીડ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહી હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.....!

                    દેશમાં એક તરફ કોરોનાનો ડર ફરી વળેલો છે તેવા સમયમા ઉત્તર પ્રદેશના પશ્ચિમી વિસ્તારમાં રહસ્યમય વાયરલ તાવ ફરી વળ્યો છે જેમાં એક જ અઠવાડિયામાં ૨૬ બાળકો સહિત ૫૦ છેના મોત થયા છે અને આ કારણે તબીબી જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ગુજરાતના અમદાવાદમાં વાયરલ તાવ ફરી વળ્યો છે, તે સાથે ચીકનગુનિયાના કેસો વધવા લાગ્યા છે. ત્યારે કોરોના કંટ્રોલમાં રહ્યો છે.. તે સાથે રસીકરણના કાર્યક્રમમાં ઝડપ વધારી દેવામાં આવી છે. બીજી તરફ રાજ્ય સરકારે ધોરણ ૬ થી ૮ ના અભ્યાસ વર્ગની શાળાઓ કોરોના નિયમના પાલન કરવા સાથે ખોલી નાખવાનો ર્નિણય કર્યો છે. પરંતુ બાળ વિદ્યાર્થીઓ ડિસ્ટન્સ જાળવશે કે કેમ તે મોટો સવાલ છે! જ્યારે કે કર્ણાટકમાં શાળાના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા, તેમજ મુંબઇની શાળામાં પણ વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી ગયેલ, ઉપરાંત ગુજરાતમાં સુરત ખાતે ગત મહિને શાળાઓ ખોલતા ત્રણ વિદ્યાર્થીઓ કોરોના ની ચપેટમાં આવી ગયેલ અને આ કારણે વાલીઓમાં સામાન્ય ડર છે. છતાં બાળકોને રૂબરુ શિક્ષણ મળે તો તેનું ભવિષ્ય વધુ સારુ અને ઉજ્વળ બની રહે. કારણ ઓનલાઇન શિક્ષણ કેવું રહ્યું છે તેનો અનુભવ વિદ્યાર્થી- વાલીઓને છે, અને એ કારણે વિદ્યાર્થીઓના આગ્રહ અને જીદ શાળાએ જવાની છે. કારણ રૂબરુ શિક્ષણ જેવો કોઈ વિકલ્પ નથી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution