અમદાવાદ મહાનગર પાલિકાના મેયર તરીકે કોની પસંદગી થઈ, જૂઓ અહીં
10, માર્ચ 2021

અમદાવાદ-

શહેરના મેયર તરીકે પ્રદેશ ભાજપ દ્વારા કોના પર પસંદગીનો કળશ ઢોળાયો છે, એ બાબતે છેલ્લા કેટલાક દિવસથી ચાલતા સસ્પેન્સનો આખરે અંત આવી ગયો છે. અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમારની પસંદગી કરવામાં આવી છે. પરમાર ઠક્કરબાપા નગરવોર્ડના ઉમેદવાર છે. 

આ ઉપરાંત નારણપુરા વોર્ડના ગીતા પટેલની વરણી નાયબ મેયર તરીકે કરવામાં આવી છે. કિરીટ પરમારનું નામ પહેલેથી જ ચર્ચામાં હતું તેથી આ પસંદગી અપેક્ષિત ગણી શકાય, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટને પસંદ કરવામાં આવ્યા છે. ઉપરાંત દંડક તરીકે અરુણ રાજપૂતની પસંદગી કરવામાં આવી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution