અમદાવાદ- 

સ્થાનિક અને રાષ્ટ્રીયસ્તરે અનેક સમસ્યાઓ હોવા છતાં કોંગ્રેસ ભાજપને શા માટે ટક્કર ન આપી શકી એ બાબતે રાજકીય નિષ્ણાતો વચ્ચે સોશ્યલ મિડિયામાં ભારે ચર્ચા ચાલી હતી અને તેના પર દિવસ દરમિયાન ડિબેટ પણ ચાલતી રહી હતી. કેટલાંકના મતે કોંગ્રેસ ખેડૂત આંદોલન જેવા મહિનાઓથી સળગતા પ્રશ્નને સાચી રીતે લોકો સામે લઈ જઈ ન શકી. આટલા નક્કર મુદ્દાઓ હોવા છતાં આમ લોકોના મનમાં એમ જ રહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નહોતા. કેટલાંકના મતે કોંગ્રેસના આંતરીક જૂથવાદે તેને નુકસાન કર્યું. ક્યાંક અસંતોષ એટલો રહ્યો કે પક્ષના ઉમેદવારોએ જ પોતાના ઉમેદવારને હરાવવા માટે પ્રચાર સુદ્ધાં કર્યો. કોંગ્રેસ દ્વારા નવા ચહેરાઓને પસંદ તો કરાયા પણ તેને લોકોએ સ્વીકાર્યા હોય એવું લાગતું નથી. 

કોંગ્રેસ ભાજપના વિકાસના દાવાને પોકળ પૂરવાર કરવામાં નાકામ રહી હોવાનો અને સળગતા પ્રશ્નોને લોકો સુધી પહોંચાડીને તેને મતમાં તબદીલ કરવામાં નાકામ રહી હોવાનો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.