શું પ્રિયંકા ગાંધીને સોંપાશે ગુજરાતની જવાબદારી?
09, એપ્રીલ 2025 અમદાવાદ   |   693   |  

પ્રિયંકાને ઈલેક્શન કેમ્પેઈન કમિટીની ચેરપર્સન બનાવાય તેવી શક્યતા

ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું સાશન છે, ત્યારે હવે, કોંગ્રેસ પણ મરણીયા પ્રયાસો તરફ આગળ વધી રહી છે, ભાજપના ગઢ ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રિયંકા ગાંધી ગેરહાજર હોવા છતાં તેમને મહત્વની જવાબદારી આપવાની વિચારણા ચાલી રહી હોવાનંુ જાણવા મળે છે. ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી અને ૨૦૨૯ની લોકસભા ચૂંટણી માટે સત્તા વિરોધી લહેર ઉભી કરી શકાય તે માટે કોંગ્રેસના અધિવેશનમાં ચર્ચા ચાલી રહી છે. તેમજ રાજ્યમાં સત્તા પરિવર્તન માટે પહેલા કોંગ્રેસે પોતાનામાં પરિવર્તન લાવવું પડશે તેવો મત કોંગ્રેસના જ સિનિયર નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

શું પ્રિયંકા ગાંધીને ગુજરાત સોંપાશે?

આ તરફ સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ પ્રિયંકા ગાંધીને ગુજરાતની કમાન સોંપવામાં આવી શકે છે. કોંગ્રેસ વકિર્ંગ કમિટી દ્વારા પ્રિયંકાને ગુજરાતમાં કોઈ મોટી જવાબદારી સોંપાઇ શકે છે. જેમાં ખાસ કરી ગુજરાત વિધાનસભા અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ઈલેક્શન કેમ્પેઈન કમિટીની ચેરપર્સન બનાવાય તેવી શક્યતા હાલ સેવાઇ રહી છે. પ્રિયંકાને આગળ કરી ભાજપને તેના જ ગઢમાં ઘેરવાની રણનીતિ કોંગ્રેસ બનાવી રહી છે. જાેકે, કોંગ્રેસની આ રણનીતિ કેટલી કારગર નિકળશે તે તો સમય જ બતાવશે.

ગુજરાતમાં જનાધાર પાછો મેળવવા દિગ્ગજાેએ કમરકસી

ત્રણ દાયકા પહેલા ગુજરાતમાં કોંગ્રેસનું સાશન હતું, પરંતુ ધીમે ધીમે કોંગ્રેસે ગુજરાતમાં તેનો જનાધાર ગુમાવ્યો છે. આજે પરિસ્થિતી એવી છે કે, કોંગ્રેસના નેતાઓને તેમના વિસ્તારમાં પણ ઓળખનારી પ્રજાની કમી જાેવા મળી રહી છે. ત્યારે હવે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ગુજરાતમાં જનાધાર પાછો મેળવવા માટે કમર કસી છે. અમદાવાદમાં ગઇકાલે કોંગ્રેસનું અધિવેશન કોંગ્રેસ વર્કિંગ કમિટીની મેરેથોન બેઠક સાથે શરૂ થયુ હતું. જે બાદ આજે ૯ એપ્રિલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રતિનિધિઓની બેઠકમાં આગળની રણનીતિ પર મંથન કરાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution