દિલ્હી-

અયોધ્યા માં રામ મંદિરનું ભૂમિ પૂજન ૫ ઓગસ્ટે થઈ શકે છે. સૂત્રો અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભૂમિ પૂજનમાં સામેલ થવા માટે ૫ ઓગસ્ટે અયોધ્યા જઈ શકે છે. અયોધ્યામાં આજે થનારી રામ મંદિર નિર્માણ તીર્થ ટ્રસ્ટની બેઠકમાં તેની સ્થિતિ સ્પષ્ટ્ર થઈ જશે.

મહત્વનું છે કે અયોધ્યામાં આજે બપોરે ૩ કલાકે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાવાની છે. ટ્રસ્ટની બેઠકમાં ૧૫ ટ્રસ્ટીમાંથી ૧૨ અયોધ્યામાં હાજર રહેશે, યારે ત્રણ ટ્રસ્ટી ઓનલાઇન બેઠકમાં સામેલ થશે. 

બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ મહતં નૃત્ય ગોપાલ દાસ, ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી જી મહારાજ, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્ર, ટ્રસ્ટી યુગપુષ પરમાનદં ગિરી મહારાજ, ટ્રસ્ટીઓ વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા, ડો.અનિલ મિશ્રા, કામેશ્વર ચૌપાલ, મહતં દિનેન્દ્રદાસ, ભારતના ગૃહ વિભાગના અધિક સચિવ જ્ઞાનેશ કુમાર આઈએએસ, અધિક મુખ્ય સચિવ ઉત્તર પ્રદેશના નિમાયેલા સભ્ય અવનીશ અવસ્થી આઈએએસ અને અયોધ્યાના જિલ્લાધિકારી અનુજા કુમાર ઝા આ બેઠકમાં સામેલ થશે.

આ બેઠક માટે ન્યાસના અધ્યક્ષ મહતં નૃત્ય ગોપાલ દાસને જ આમંત્રણ આપેવામાં આવ્યું નથી. તેનાથી મહતં નૃત્ય ગોપાલ દાસ નારાજ છે અને કહ્યું કે, અધ્યક્ષ વગર બેઠક કેવી રીતે થશે. જોકે તેમણે ન્યાસના સભ્યોની વચ્ચે મતભેદની વાત ફગાવી દીધી છે, પરંતુ એક સભ્ય ચંપત રાય પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે, તેમને બેઠકની કોઈએ જાણકારી આપી નથી. એવામાં બોલાવશે તો બેઠકમાં જશે.

આજની બેઠકમાં ૧૫માંથી ૧૨ સભ્યો ભાગ લેવાની આશા છે. અન્ય ૩ સભ્યો વીડિયો કોન્ફસિગ દ્રારા બેઠકમાં સામેલ થઈ શકે છે. બેઠક અયોધ્યા સર્કિટ હાઉસમાં બપોરે ૩ કલાકે શ થશે. કહેવાય છે કે, ભૂમી પૂજનની સાથે જ મંદિર નિર્માણનું કામ શ થઈ જશે. ત્યારે મંદિર નિર્માણની તૈયારીઓ પૂરજોશમાં શ થઈ ગઈ છે. પરિસરમાં ૩ એકર જમીને સમતલ કરવાનું કામ પૂં થઈ ગયું છે, હવે પાયો રાખવાની તૈયારી છે.