જીનિવા-

WHO ના ડિરેક્ટરે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે Covid-19 માટે હાલ કોઈ નિશ્ચિત ઇલાજ નથી અને કદાચ ક્યારેય નહીં થાય. તેમણે એમ પણ કહ્યું કે પરિસ્થિતિ સામાન્ય થવા માટે વધુ સમય લાગશે. ટેડ્રોસે અગાઉ પણ ઘણી વાર કહ્યું છે કે, કદાચ કોરોના ક્યારેય સમાપ્ત નહીં થાય અને તેની સાથે જ જીવવા શીખવું પડશે. અગાઉ, ટેડ્રોસે કહ્યું હતું કે કોરોના અન્ય વાયરસથી સંપૂર્ણપણે અલગ છે કારણ કે તે પોતાને બદલતો રહે છે. વધુમાં તેઓ જણાવે છે કે, હવામાન બદલવાથી કોરોનાને કોઈ અસર નહીં થાય કારણ કે કોરોના મોસમી નથી. ટેડ્રોસ કહે છે કે, વિશ્વના લોકો કોરોના સંક્રમણને ટાળવા માટે સોશિયલ ડિસ્ટનસીંગ, હાથ ધોવા અને માસ્ક પહેરી રહ્યા છે જો કે આ નિયમો તેમને આગળ પણ ચાલુ રાખવાની જરૂર છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં એક કરોડ, 81 લાખ થી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે જયારે મૌતનો આંકડો 6 લાખ, 89 હાજર પોંહચી ગયો છે. 

ટેડ્રોસે કહ્યું, 'કેટલીક રસી ત્રીજા તબક્કાના પરીક્ષણમાં છે અને અમે અપેક્ષા રાખીએ છે કે,કોઈ એક રસી લોકોને સંક્રમણથી બચાવવામાં અસરકારક રહેશે. જો કે, આની કોઈ નિશ્ચિત દવા નથી અને શક્ય છે કે તે ક્યારેય ન મળે. આવી સ્થિતિમાં અપણને કોરોના ટેસ્ટ, આઇસોલેશન અને માસ્ક દ્વારા કોરોનાને રોકવાનું કાર્ય ચાલુ રાખવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે, જે માતાઓ ને કોરોનાની શંકા છે અથવા જેમને કોરોનની પુષ્ટિ થઇ ગઈ છે, તેઓએ સ્તનપાન બંધ ન કરવું જોઈએ. WHO ના ઇમરજન્સી હેડ માઇક રયાનએ (Mike Ryan) તમામ દેશોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટનસીંગ રાખવા, હાથ ધોવા અને ટેસ્ટ કરાવા જેવા કડક પગલાં ભરવા જણાવ્યું છે. 

ટેડ્રોસે જૂનની શરૂઆતમાં કહ્યું હતું કે, 'આપણે એ જાણીએ છે કે વૃદ્ધાવસ્થા કરતા બાળકોમાં કોવિડ -19 નું જોખમ ઓછું હોય છે, પરંતુ બીજી ઘણી બીમારીઓ છે જે બાળકોને વધારે જોખમમાં મૂકી શકે છે અને સ્તનપાનથી આવા રોગોને રોકી શકાય છે. વર્તમાન પુરાવાના આધારે, સંસ્થા ભલામણ કરે છે કે વાયરસના સંક્રમણને લઈને સ્તનપાન કરાવવાના ફાયદા ખુબ જ છે. 'તેમણે કહ્યું હતું કે, ' જે માતાને કોરોના સંક્રમીત થવાની શંકા છે અથવા જેમની સંક્રમિત થવાની પુષ્ટિ થઇ ગઈ છે તેમને બાળકોને દૂધ પીવડાવવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. જો માતાની તબિયત ખરેખર વધુ ખરાબ ન હોય તો, નવજાતને માતાથી દૂર કરવું જોઈએ નહીં.